/connect-gujarat/media/media_files/GnnZPIDf5ycLXyHrV7dt.jpg)
ભારતીય શેરબજારમાં ચાલી રહેલી વેચવાલી પર આજે બ્રેક લાગી ગઈ. મંગળવાર 14 જાન્યુઆરીના રોજ શેરબજારની શરૂઆત મામૂલી તેજી સાથે થઈ. બીએસઈ સેન્સેક્સ 5.74 પોઈન્ટના નજીવા વધારા સાથે 76,335.75 પર ખુલ્યો. જયારે NSE નિફ્ટી 79.95 પોઈન્ટના વધારા સાથે 23,165.90 પર ખુલ્યો.
શરૂઆતના કારોબારમાં બજારમાં તેજી જોવા મળી. બીએસઈ સેન્સેક્સ 387.15 પોઈન્ટ વધીને 76,717.16 ના સ્તરે પહોંચ્યો, જ્યારે એનએસઈ નિફ્ટી 115.15 પોઈન્ટના વધારા સાથે 23,201.10 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ દરમિયાન, બજારમાં સકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે.
સેન્સેક્સના 30 શેરોમાંથી 27માં તેજી અને 3માં ઘટાડો છે. નિફ્ટીના 50 શેરોમાંથી 28માં તેજી અને 21માં ઘટાડો છે. જ્યારે એક સ્ટોક કોઈ ફેરફાર વિના ખુલ્યો છે. NSE સેક્ટોરલ ઇન્ડેક્સમાં, જાહેર ક્ષેત્રના બેંક શેરોમાં મહત્તમ 2.08% નો ઉછાળો જોવા મળ્યો છે. આ ઉપરાંત, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 1.19%, ઓઇલ એન્ડ ગેસ 1.32% અને મીડિયા 1.96% ના વધારા સાથે કારોબાર કરી રહ્યા છે. FMCG અને IT સેક્ટરમાં મામૂલી ઘટાડો જોવા મળી રહ્યો છે.