ભારતીય શેરબજારમાં પહેલા ટ્રેડિંગ દિવસે જોવા મળી તેજી, સેન્સેક્સમાં 560 પોઈન્ટનો ઉછાળો

ભારતીય શેરબજારમાં 20 ઓક્ટોબર, સોમવારના રોજ અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે તેજી જોવા મળી હતી. બંને ઈન્ડેક્સમાં વધારો નોંધાયો. 30 શેરોવાળા BSE

New Update
csss

ભારતીય શેરબજારમાં 20 ઓક્ટોબર, સોમવારના રોજ અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે તેજી જોવા મળી હતી. બંને ઈન્ડેક્સમાં વધારો નોંધાયો. 30 શેરોવાળા BSE સેન્સેક્સ ઇન્ડેક્સ 317.11 પોઈન્ટ અથવા 0.38 ટકાના ઉછાળા સાથે ટ્રેડિંગ દિવસની શરૂઆત 84,269.30 પર થઈ હતી. NSE નિફ્ટી 50 પણ 114.75 પોઈન્ટ અથવા 0.45 ટકાના ઉછાળા સાથે ઓપન થયો હતો. ગયા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ સત્ર શુક્રવારે પણ શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી.

સવારે 9:25 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 688 પોઈન્ટના વધારા સાથે 84,641 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી 50 180 પોઈન્ટના વધારા સાથે 25,890 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

108 શેરમાં અપર સર્કિટ

BSE પર 3,397 એક્ટિવ શેરમાંથી 1,949 આજે તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે 1,235 ડાઉનમાં ટ્રેડ થઈ રહ્યા છે. 213 શેરમાં કોઈ ફેરફાર થયો નથી, અને 81 52-અઠવાડિયાના ઓલ ટાઈમ હાઈ પર થઈ રહ્યા છે. 52 શેર 52-અઠવાડિયાના નીચલા સ્તરે પહોંચી રહ્યા છે. 108 શેર ઉપર સર્કિટમાં છે અને 78 લો લેવલ પર સ્પર્શી ગયા છે. FMCG, ઓટો, IT, મીડિયા, PSU બેન્કો, ખાનગી બેન્કો, નાણાકીય, ફાર્મા અને આરોગ્યસંભાળ જેવા ક્ષેત્રોમાં આજે લગભગ 1 ટકાનો ઉછાળો આવ્યો છે.

આજે DCB બેન્કના શેર 11 ટકા વધ્યા છે. સાઉથ ઇન્ડિયા બેન્કના શેર 10 ટકા વધ્યા છે. AU સ્મોલ ફાઇનાન્સ બેન્કના શેર 7 ટકા, રેડિકો ખૈતાનના શેર 4 ટકા અને પોલિકેબ ઇન્ડિયાના શેર 2.43 ટકા વધ્યા છે. રિલાયન્સના શેર આજે લગભગ 3 ટકા વધ્યા છે. વધુમાં Jio Financial બેંકના શેર 2 ટકા, અદાણી પાવરના શેર 1.50 ટકા અને કેનેરા બેન્કના શેર 1.55 ટકા વધ્યા છે. એકંદરે બેન્કિંગ શેરોએ આજે ​​રોકાણકારોને ખુશ કર્યા છે.

Latest Stories