આજે ભારતીય શેરબજાર ફરી રેડ ઝોનમાં ખુલ્યું, સેન્સેક્સ 201 પોઈન્ટ ઘટ્યો

ટ્રેડિંગ સપ્તાહના ચોથા દિવસે આજે ભારતીય શેરબજાર ફરી રેડ ઝોનમાં ખુલ્યું. આજે સેન્સેક્સ 201 પોઈન્ટ ઘટ્યો, તો નિફ્ટી 23,433 પર ખુલ્યો.

New Update
Huge rally in Indian stock market, Sensex crosses 80,000

ટ્રેડિંગ સપ્તાહના ચોથા દિવસે શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું. બીએસઈ પર સેન્સેક્સ 201 પોઈન્ટ ઘટીને 77,209.88 પર ખુલ્યો. જયારે NSE પર નિફ્ટી 0.23 ટકાના ઘટાડા સાથે 23,433.95 પર ખુલ્યો.

આજના ટ્રેડિંગ દરમિયાન, ટીવીએસ સપ્લાય ચેઇન સોલ્યુશન્સ, ટિમકેન ઇન્ડિયા, ઇન્ડિયન હોટેલ્સ કંપની, રેસ્ટોરન્ટ બ્રાન્ડ્સ એશિયા, આઇઆરએમ એનર્જી, અશોક લેલેન્ડ, વેદાંતા, એનએચપીસી, એમએસટીસી, બેંક ઓફ ઇન્ડિયા, આદિત્ય બિરલા કેપિટલ, મેક્રોટેક ડેવલપર્સ, બંધન બેંક, એચડીએફસી બેંક, હિન્દુસ્તાન યુનિલિવર અને ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સોફ્ટવેરના શેર ફોકસમાં રહેશે.