આજે શેરબજાર મર્યાદિત રેન્જમાં બંધ, સેન્સેક્સ-નિફ્ટીમાં વધ-ઘટ..

બુધવારે અસ્થિર સત્રમાં શેરબજાર સપાટ બંધ રહ્યું હતું. સેન્સેક્સ લીલા નિશાન પર અને નિફ્ટી લાલ નિશાન પર બંધ થયા છે. 

New Update
આજે બજાર લીલા નિશાન સાથે ખુલ્યું, સેન્સેક્સ અને નિફ્ટી આટલા પોઈન્ટ અપ..

બુધવારે શેરબજાર સપાટ બંધ રહ્યું હતું. સેન્સેક્સ લીલા નિશાન પર અને નિફ્ટી લાલ નિશાન પર બંધ થયા છે. BSE સેન્સેક્સ 36.45 પોઈન્ટ અથવા 0.05% વધીને 77,337.59 પર બંધ થયો. બીજી તરફ, NSE નિફ્ટી 41.90 પોઈન્ટ અથવા 0.18% ઘટીને 23,516.00 ના સ્તર પર બંધ થયો.

આજે સવારે બજાર કેવું હતું?

આજે સવારની વાત કરીએ તો શરૂઆતના ટ્રેડિંગમાં BSE સેન્સેક્સ 280.32 પોઈન્ટ વધીને 77,581.46ના સ્તરે પહોંચ્યો હતો. આ લેવલ સેન્સેક્સનો ઓલ ટાઈમ હાઈ હતો. NSE નિફ્ટી 72.95 પોઈન્ટ વધીને 23,630.85ના નવા રેકોર્ડ પર છે. બાદમાં માર્કેટમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં શેરબજાર સર્વકાલીન ઊંચા સ્તરે બંધ થયું હતું.

Latest Stories