આજે શેરબજારમાં સપાટ શરૂઆત, સેન્સેક્સ 19 પોઈન્ટ અપ તો નિફ્ટીમાં 10 પોઇન્ટનો સુધારો

New Update
સપ્તાહના પ્રથમ દિવસે બજાર ઉછાળા, સેન્સેક્સ અને નિફ્ટીમાં આટલા પોઈન્ટનો વધારો

ભારતીય શેરબજાર પર ચાલી રહેલા વૈશ્વિક બજારના દબાણની અસર બુધવારના કારોબારમાં કંઈક અંશે ઘટી શકે છે. પાછલા સત્રમાં મોટા ઘટાડા બાદ આજે રોકાણકારો ખરીદી કરતાં જોવા મળી રહ્યા છે. કોરોનાના નવા વેરિઅન્ટના આગમનથી માત્ર ભારતમાં જ નહીં, વિશ્વભરના શેરબજારો દબાણ હેઠળ ચાલી રહ્યા છે. આ જ કારણ છે કે છેલ્લા એક મહિનામાં BSE પર સેન્સેક્સમાં લગભગ 3,000 પોઈન્ટ્સનો ઘટાડો જોવા મળ્યો છે.

આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 60115.48ની સામે 19.08 પોઈન્ટ વધીને 60134.56 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 17914.15ની સામે 10.10 પોઈન્ટ વધીને 17924.25 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 42014.75ની સામે 57.10 પોઈન્ટ વધીને 42071.85 પર ખુલ્યો હતો. અગાઉના સત્રમાં પણ સેન્સેક્સ 632 પોઈન્ટ ઘટીને 60,115 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 187 પોઈન્ટ ઘટીને 17,914 પર બંધ થયો હતો.