/connect-gujarat/media/media_files/GnnZPIDf5ycLXyHrV7dt.jpg)
ટ્રેડિંગ સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું.
બીએસઈ પર સેન્સેક્સ 168 પોઈન્ટના ઉછાળા સાથે 74,343.24 પર ખુલ્યો. જયારે NSE પર નિફ્ટી 0.17 ટકાના વધારા સાથે 22,536.35 પર ખુલ્યો. સેન્સેક્સના 30 શેરોમાંથી 20 શેરોમાં તેજી અને 10 શેરોમાં ઘટાડો છે.
દરમિયાન, BSE ની લાર્જ-કેપ કંપનીઓમાં, ટેલિકોમ કંપની એરટેલના શેરમાં સૌથી વધુ તેજી જોવા મળી અને ખુલ્યા પછી જ 3 ટકાથી વધુનો ઉછાળો આવ્યો, આ ઉપરાંત, મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં પણ તેજી જોવા મળી. ઝોમેટોના શેરમાં 1.85% અને ટાટા મોટર્સના શેરમાં 1.64% તેજી છે. ઇન્ડસઇન્ડ બેંકના શેરમાં 4.12%, ઇન્ફોસિસમાં 3% અને TCSના શેરમાં 1.20%નો ઘટાડો થયો છે.
એશિયન બજારોમાં, જાપાનનો નિક્કી 0.29% ના વધારા સાથે અને હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 0.069% ના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. જ્યારે, ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.053% ઘટ્યો છે. 11 માર્ચે વિદેશી રોકાણકારો (FII) એ 2,823.76 કરોડ રૂપિયાના શેર વેચ્યા. આ દરમિયાન, સ્થાનિક રોકાણકારો (DII) એ 2,001.79 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા. 11 માર્ચે, યુએસ ડાઉ જોન્સ 1.14% ઘટીને 41,433 પર, S&P 500 0.76% ઘટીને 5,572 પર અને નાસ્ડેક કમ્પોઝિટ 0.18% ઘટીને 17,436 પર બંધ થયો