Connect Gujarat
બિઝનેસ

શેરબજારમાં રોકાણ કરનારા રોકાણકારોની સંખ્યાના મામલે ઉત્તર પ્રદેશે ગુજરાતને પાછળ છોડ્યું

શેરબજારમાં રોકાણ કરનારા રોકાણકારોની સંખ્યાના મામલે ઉત્તર પ્રદેશે ગુજરાતને પાછળ છોડ્યું
X

સ્થાનિક અને વિદેશી રોકાણકારોના જંગી રોકાણને કારણે ભારતીય શેરબજાર વધી રહ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટી ઐતિહાસિક ઉચ્ચ સ્તરે કારોબાર કરી રહ્યા છે. ભારતીય બજારમાં તેજીનો શ્રેય સ્થાનિક રિટેલ રોકાણકારોને જાય છે. હંમેશા એવું માનવામાં આવે છે કે મહારાષ્ટ્ર અને ગુજરાતના નાગરિકો શેરબજારમાં સૌથી વધુ રોકાણ કરે છે. પરંતુ આ અંગે ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે.

શેરબજારમાં રોકાણ કરનારા નોંધાયેલા રોકાણકારોની સંખ્યાના મામલે ઉત્તર પ્રદેશે ગુજરાતને પાછળ છોડી દીધું છે. એટલું જ નહીં, મોટાભાગના નવા રોકાણકારો પણ ઉત્તર પ્રદેશમાંથી બજારમાં આવી રહ્યા છે.

NSE ડેટા અનુસાર, નવેમ્બર 2023 ના અંત સુધીમાં કુલ 83.5 મિલિયન નોંધાયેલા રોકાણકારો હતા, જેમાંથી સૌથી વધુ રોકાણકારો મહારાષ્ટ્રમાંથી આવે છે, જેમની સંખ્યા 14.6 મિલિયન (1.46 કરોડ) છે. આ પછી ઉત્તર પ્રદેશનો વારો આવે છે જ્યાંથી કુલ 8.7 મિલિયન (87.35 લાખ) રોકાણકારો નોંધાયેલા છે. ગુજરાત 7.5 મિલિયન (75 લાખ) સાથે ત્રીજા સ્થાને છે. કર્ણાટક 4.7 મિલિયન (47 લાખ)ની સંખ્યા સાથે ચોથા સ્થાને છે અને પશ્ચિમ બંગાળ પણ 4.7 મિલિયન સાથે પાંચમા સ્થાને છે.

Next Story