સુરતના પોશ ગણાતા ઉમરા વિસ્તારના ઘોડદોડ રોડ પર આવેલા સુબોધ નગરના એક લક્ઝુરિયસ બંગલામાં જાણીતા ઉદ્યોગપતિની 28 વર્ષીય પુત્રવધૂએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, 28 વર્ષીય ખ્યાતિ કેજરીવાલે પોતાના નિવાસસ્થાને ગળેફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી છે. સૌથી કરુણ બાબત એ છે કે ખ્યાતિના લગ્ન માત્ર ત્રણ મહિના પહેલા જ ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યા હતા. હજુ તો લગ્નની મહેંદીનો રંગ પણ ઉતર્યો નહોતો ત્યાં નવપરિણીતાના આવા અંતિમ પગલાથી કેજરીવાલ પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે.

Khyati Kejarival Suicide

ઘટનાની જાણ થતા જ ઉમરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ આત્મહત્યા હોવાનું જણાઈ રહ્યું છેપરંતુ લગ્નના ટૂંકા ગાળામાં જ ખ્યાતિએ કેમ આટલું આકરું પગલું ભર્યું તે હજુ રહસ્ય છે.