રાજયમાં આઠ વિધાનસભા બેઠકોની પેટા ચુંટણી સંપન્ન, 10મીએ થશે મત ગણતરી

રાજયમાં આઠ વિધાનસભા બેઠકોની પેટા ચુંટણી સંપન્ન, 10મીએ થશે મત ગણતરી
New Update

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠક માટે આજે 3જી નવેમ્બરે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. બપોર બાદ 3 વાગ્યા સુધીમાં 45 ટકા મતદાન થયું છે, જેમાં સૌથી વધુ મતદાન ડાંગ બેઠક પર 66.24 ટકા થયું છે. સવારથી જ કોંગ્રેસ દ્વારા આચારસંહિતા ભંગની અલગ અલગ ફરિયાદો કરતી રહી તો બીજી બાજુ ભાજપે કોંગ્રેસને જવાબ આપવાને બદલે ભાજપ તરફી મતદાન થયા તેના માટે પ્રયત્ન કર્યા હતા. ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પટેલ માટે આ પેટાચૂંટણી પરીક્ષા છે. જ્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા માટે આઠેઆઠ બેઠક બચાવવાનો પડકાર છે. 8 વિધાનસભા બેઠકમાં સમાવિષ્ટ 18.75 લાખ મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને 80 ઉમેદવારનું ભવિષ્ય નક્કી કરી રહ્યા છે. વિધાનસભાની આઠ બેઠકો રાજયસભાની ચુંટણી પહેલાં ખાલી પડી હતી. કોરોના વાયરસના કહેર વચ્ચે ભાજપે તમામ બેઠકો પર મતદાનની ટકાવારી વધારવા માટે સંગઠનની ટીમો ઉતારી દીધી હતી. જયારે કોંગ્રેસ આચારસંહિતાની ફરિયાદો કરવામાં વ્યસ્ત રહી હતી. 8 બેઠકો પર 80 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયાં છે. હવે 10મી નવેમ્બરના રોજ મત ગણતરી હાથ ધરવામાં આવશે.

#Gujarat #vote #by-election #Gujarat Vidhansabha Election #Election 2020 #Gujarat By Election Result Date
Here are a few more articles:
Read the Next Article