ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

રૂંગટા વિદ્યાભવન ખાતે આયોજન

ફ્યુચર એક્ઝિબિશનનું આયોજન કરાયું

વિદ્યાર્થીઓએ લીધો ઉત્સાહભેર ભાગ

ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત

ભરૂચની રૂંગટા વિદ્યાભવન શાળા ખાતે CATALYST 3.0 – Interschool Future Exhibition’નું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ સંસ્કાર ભારતી ટ્રસ્ટના નેજા હેઠળ કાર્યરત રુંગટા વિદ્યા ભવન દ્વારા વિદ્યાર્થીઓમાં નવા વિચાર, વૈજ્ઞાનિક અભિગમ, સર્જનાત્મકતા અને સંશોધનવૃત્તિને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે ‘CATALYST 3.0 – Interschool Future Exhibition’નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રદર્શન અંતર્ગત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), રોબોટિક્સ, રિન્યુએબલ એનર્જી, સ્માર્ટ ટેક્નોલોજી, સ્પેસ સાયન્સ અને સસ્ટેનેબિલિટી જેવા આધુનિક વિષયો પર આધારિત વિવિધ પ્રોજેક્ટ્સ અને ભવિષ્યલક્ષી વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. આ પહેલનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને પોતાની સર્જનાત્મકતા અને ટેક્નિકલ કૌશલ્ય પ્રદર્શિત કરવા માટે મંચ પૂરો પાડવાનો તેમજ નવીન ટેક્નોલોજી પ્રત્યે જાગૃતિ કેળવવાનો હતો.

આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તથા મુખ્ય અતિથિ તરીકે કલામ સેન્ટરના CEO સુજલપાલ સિંહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના આયોજનમાં કેમ્પસ ડિરેક્ટર કુલવંત મારવાલ, સંસ્કાર વિદ્યા ભવનનાં આચાર્ય શૈલજા સિંઘ, રુંગટા વિદ્યા ભવનના આચાર્ય દિવ્યજીતસિંહ ઝાલા તથા CATALYST 3.0ના કોઓર્ડિનેટર ભૌમિક પઢિયાર અને અમલ પિલ્લાઈએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.આ પ્રદર્શનના માધ્યમથી વિદ્યાર્થીઓને પોતાની પ્રતિભા ર