-
અંકલેશ્વરના સામોર ગામ નજીક આવેલું છે મંદિર
-
મહાકાળી માતાજીનું મંદિર આસ્થાનું કેન્દ્ર
-
મંદિરના 14માં પાટોત્સવની ઉજવણી
-
વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા
-
મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા
અંકલેશ્વર: સામોર ગામ નજીક આવેલ મહાકાળી માતાજીના મંદિરના 14માં પાટોત્સવની ઉજવણી
અંકલેશ્વરના છાપરા અને સામોર ગામની વચ્ચે આવેલ મહાકાળી માતાજીના મંદિરના 14માં પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું ભરૂચ | ધર્મ દર્શન |
અંકલેશ્વર તાલુકાના છાપરા અને સામોર ગામની વચ્ચે આવેલ શ્રી મહાકાળી માતાજીના મંદિરે 14મો પાટોત્સવ ધામધૂમ અને ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. પાટોત્સવ નિમિત્તે મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આસપાસના ગામો સહિત મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી.
કાર્યક્રમ દરમિયાન માતાજીની વિશેષ પૂજા-અર્ચના, આરતી અને ધાર્મિક વિધિઓ યોજાઈ હતી. ભક્તો માટે મહાપ્રસાદીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.રાત્રિના સમયે ભક્તિમય માહોલ વચ્ચે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.
