કેન્દ્ર સરકારે ઓનલાઇન સ્ટડી માટેના નવા દિશાનિર્દેશ કર્યા જાહેર, જુઓ ક્લાસીસનો સમય અને સેશન

New Update
કેન્દ્ર સરકારે ઓનલાઇન સ્ટડી માટેના નવા દિશાનિર્દેશ કર્યા જાહેર, જુઓ ક્લાસીસનો સમય અને સેશન

કેન્દ્ર સરકારે ઓનલાઇન સ્ટડી માટેની નવી ગાઈડલાઈન જાહેર કરી છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા ‘પ્રજ્ઞાતા’ નામથી જારી કરાયેલા આ દિશાનિર્દેશમાં વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન સ્ટડીનો રોજનો સમયગાળો અને સેશનની સંખ્યા નક્કી કરાઇ છે.

  • જેમાં પ્રી-પ્રાઇમરીનાં બાળકો માટે અડધા કલાકથી વધુ ઓનલાઇન સ્ટડી ન હોવો જોઇએ.
  • ધો. 1થી 8 સુધીના વિદ્યાર્થીઓ માટે 45 મિનિટના 2 સેશન.
  • ધો. 9થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે 30થી 45 મિનિટના 4 સેશન.

કોરોના મહામારીના કારણે 16 માર્ચથી સ્કૂલો બંધ છે, જેની 24 કરોડથી વધુ વિદ્યાર્થીઓના અભ્યાસ પર તેની સીધી અસર થઇ રહી છે. એવામાં ઓનલાઇન સ્ટડીની રોજ ઓછામાં ઓછી 1 શિફ્ટ ફરજિયાત કરાઇ છે. માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલે કહ્યું કે આ દિશાનિર્દેશ ઘરે રહીને ભણતાં બાળકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયા છે.

મહામારીની અસર ઘટાડવા સ્કૂલોએ શિક્ષણપદ્ધતિ નવેસરથી તૈયાર કરવા ઉપરાંત ઘર અને સ્કૂલ માટે ગુણવત્તાસભર મિશ્ર શિક્ષણ વ્યવસ્થા પણ આપવી પડશે.

Latest Stories