વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારના રોજ કેબીનેટની બેઠક મળી હતી જેમાં વિવિધ નિર્ણયો લેવામાં આવ્યાં હતાં. જેમાં સૌથી મહત્વનો નિર્ણય દેશના 3 લાખ કરતાં વધારે ગામડાઓ સુધી બ્રોડબેન્ડ પહોંચાડવાની યોજનાનો સમાવેશ થવા જાય છે.
વડાપ્રધાનના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં ગત કેબીનેટમાં સરકારે ભારતનેટને PPPમોડલ અંતર્ગત મંજુરી આપી છે. જે અંતર્ગત દેશના 16 રાજ્યોમાં કુલ 3.60 લાખ પંચાયતને બ્રોડબેન્ડ સાથે જોડવા માટે 29 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ છે. જેના પર ખર્ચ થનારી કુલ રકમમાં ભારત સરકારનો હિસ્સો 19,041 કરોડ રૂપિયા છે. સરકારે આ યોજના માટે 42 હજાર કરોડ રૂપિયા પહેલાં જ જાહેર કરી દીધા છે.
અત્યાર સુધીમાં આ મદદ માટે કુલ ખર્ચ લગભગ 62 હજાર કરોડ રૂપિયા થઈ જશે. ઈન્ફોર્મેશન મિનિસ્ટર પ્રકાશ જાવડેકરે કહ્યું કે કેબિનેટે નાણાં મંત્રી નિર્મલા સીતારમણના બજેટમાં કરવામાં આવેલી જાહેરાતને પણ મંજુરી આપી દીધી છે. જે અંતર્ગત નવેમ્બર 2021 સુધી 80 કરોડ નાગરિકોને ફ્રી રાશન આપવામાં આવશે. જો કે તે અંગેની જાહેરાત પહેલાં જ કરવામાં આવી છે, જે અંતર્ગત હવે 93 હજાર કરોડ રૂપિયાના ફંડને મંજૂરી મળી છે.સાથે પવાર સેક્ટરમાં સુધારા પર પણ કેન્દ્રીય કેબિનેટે મહત્વનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત રાજ્ય સરકારો પાસેથી પ્લાન માગવામાં આવશે અને કેન્દ્ર તરફથી તેને પૈસા આપવામાં આવશે. મોટા શહેરોમાં ઓટોમેટિક સિસ્ટમને પણ લાગુ કરવાની તૈયારી છે.
