છોટાઉદેપુર : લાવકોઇનો શિક્ષિત યુવાન વિનામુલ્યે ભણાવી રહયો છે 70 છાત્રોને

New Update
છોટાઉદેપુર : લાવકોઇનો શિક્ષિત યુવાન વિનામુલ્યે ભણાવી રહયો છે 70 છાત્રોને

નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલ લાવાકોઈ ગામના બાળકો પાસે મોબાઈલ તેમજ ટીવીની સુવિધા ન હોવાથી ઓનલાઇન શિક્ષણથી વંચિત બાળકોને ગામનો યુવાન વિનામુલ્યે શિક્ષણ આપી રહયો છે.

છોટાઉદપુર જિલ્લો આદિવાસી સમાજની બહુલ વસતી ધરાવતો જિલ્લો છે. શિક્ષણની અપુરતી સુવિધાઓને કારણે છોટાઉદેપુર જિલ્લાનું શિક્ષણનું પરિણામ ગુજરાતના બધા જિલ્લા કરતા ખુબ ઓછું આવે છે. તેવામાં હાલ કોરોનાની મહામારીને લઇને ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે. પરંતુ નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલ ગામડાઓના લોકો પાસે મોબાઈલ તેમજ ટીવી ની પૂરતી સુવિધા ન હોવાથી ગામડાના બાળકો શિક્ષણ થી વંચિત છે તેવામાં લાવાકોઈ ગામના યુવાને અનુકરણીય ઉદાહરણ પુરૂ પાડયું છે.

કોમર્સ તેમજ સાયન્સ માં અભ્યાસ કરતા તમામ  વિદ્યાર્થીઓને લાવાંકોઈ ગામના જીજ્ઞેશ રાઠવા વિનામુલ્યે શિક્ષણ આપી રહયાં છે. તેઓ નો મુખ્ય ઉદ્દેશ એ છે કે છોટાઉદેપુર જિલ્લાના તમામ આદિવાસી વિસ્તારોમાં સાક્ષરતાનું  પમાણ વધે અને આદિવાસી સમાજ શિક્ષિત બને. રાજય સરકાર પ્રાથમિક શિક્ષણ પાછળ કરોડો રૂપિયા ખર્ચી રહી છે ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં શૈક્ષણિક ક્ષેત્રમાં હજી વધુ સારી સુવિધાની જરૂર છે તેમ જીજ્ઞેશ રાઠવાનું માનવું છે.

Latest Stories