નાગરિકતા સુધારો
અધિનિયમ (સીએએ) વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં દાખલ 59 અરજીઓ અંગે
કેન્દ્ર સરકારને નોટિસ પાઠવવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે તમામ કેસો સંદર્ભે
કેન્દ્ર પાસે જવાબ માંગ્યા છે. ત્યાં સુધી અરજી દાખલ કરતા વકીલોએ માંગ કરી હતી નાગરિકતા સુધારો કાયદા પર રોક
લગાવવામાં આવે. આ મામલે હવે સુપ્રીમ કોર્ટમાં 22 જાન્યુઆરીએ સુનાવણી થશે.
બુધવારે સુપ્રીમ
કોર્ટમાં સુનાવણી દરમિયાન એટર્ની જનરલે કહ્યું કે આ કાયદાને સ્થગિત રાખવા દલીલ કરવામાં આવી રહી છે તે એક્ટને પડકારવા જેવી છે.
આવી સ્થિતિમાં, અધિનિયમ પર કોઈ રોક લગાવવી જોઈએ નહીં.
જો કે મુખ્ય
ન્યાયાધીશે CAA પર રોક લગાવવાની માંગને ફગાવી દીધી છે. મુખ્ય
ન્યાયાધીશ એસ. એ. બોબડેએ કહ્યું છે કે અમે તેના પર રોક નથી
લગાવી રહ્યા. વકીલે આ દરમિયાન કહ્યું કે, આસામ સળગી રહ્યુ છે, હમણાં આ કાયદા પર સ્ટેની જરૂર છે. જો કે, મુખ્ય ન્યાયાધીશે આ
સુનાવણીને તાત્કાલિક કરવાથી ઇનકાર કર્યો હતો.
સુપ્રીમ કોર્ટમાં
કોની-કોની અરજીઓ?
નાગરિકતા સુધારો
અધિનિયમ (સીએએ) વિરુદ્ધ અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી, જે ચીફ જસ્ટિસ એસ.
એ. બોબડે, જસ્ટિસ બી. આર. ગવઈ ન્યાયાધીશ સૂર્યકાંતની ખંડપીઠ સમક્ષ પેન્ડિંગ છે.
ખંડપીઠે બુધવારે તમામ અરજીઓની સુનાવણી કરવા જણાવ્યું હતું.
અરજદારોમાં કોંગ્રેસના
નેતા જયરામ રમેશ, ત્રિપુરાના રાજવી પરિવારના સભ્યો, પ્રદ્યોત કિશોર દેબ
બર્મન, અસદુદ્દીન ઓવેસી, મહુઆ મોઇત્રા, પીસ પાર્ટી, એમ.એલ. શર્મા સહિત ઘણાનો સમાવેશ થાય છે. SCમાં કુલ 59 અરજીઓ CAA વિરુદ્ધ પેન્ડિંગ છે.
અરજદારોનું તર્ક શું
છે?
સુપ્રીમ કોર્ટમાં
દાખલ કરવામાં આવેલી મોટાભાગની અરજીઓમાં મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલ નાગરિકતા
સુધારો કાયદો ગેરબંધારણીય જાહેર કરાયો છે. દલીલ કરવામાં આવી છે કે આ કાયદો
બંધારણના 14, 21, 25 ની કલમોનું ઉલ્લંઘન કરે છે. આ સાથે ભારતની મૂળ
ભાવનાનું પણ ઉલ્લંઘન કરે છે.
દેશના ઘણા ભાગોમાં
દેખાવો ચાલુ છે
દેશના ઘણા ભાગોમાં
સીએએ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ઉત્તર-પૂર્વના લોકો પ્રથમ આ કાયદાના
વિરોધમાં રસ્તાઓ પર ઉતર્યા હતા, ત્યારબાદ આ વિરોધ અન્ય ભાગોમાં પણ
કરવામાં આવ્યો હતો. દિલ્હીના જામિયા વિસ્તારમાં વિરોધ પ્રદર્શન હિંસક સ્વરૂપ ધારણ
કર્યું હતું, જેમાં 10 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ પછી, મંગળવારે દિલ્હીના
સીલમપુર વિસ્તારમાં વિરોધ પ્રદર્શન દરમિયાન અગ્નિદાહ અને પથ્થરમારો પણ થયો હતો.