દેશભરમાં લોકોને રાહત મળ્યાના સમાચાર આવી રહ્યા છે. 1 નવેમ્બર એટલે કે મંગળવારથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં 40 પૈસાના ઘટાડો આવ્યો છે. નવા ભાવ 1 નવેમ્બર સવારે 6 વાગ્યાથી લાગૂ થઈ જશે. આપને જણાવી દઈએ કે, દેશભરમાં 22 મેના રોજ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર લાગતી એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો.
જે બાદ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ 96.72 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 89.62 રૂપિયા પ્રતિ લીટર પર સ્થિર છે.સોમવાર સવારથી જ ઘટાડાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું. ઈંટરનેશનલ માર્કેટમાં લાંબા સમયથી ક્રૂડ ઓયલ 95 ડોલર પ્રતિ બેરલની નીચે છે. ત્યારે આવા સમયે જનતાને પેટ્રોલ-ડીઝલ સસ્તું થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી. સાંજ થતાં થતાં 40 પૈસાની રાહતની જાહેરાત કરી દેવામાં આવી છે.
