/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/12171333/maxresdefault-145.jpg)
રાજસ્થાનમાં સક્રિય થયેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના વાતવરણમાં અચાનક પલટો આવ્યો છે, ત્યારે સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ થયો છે. જેના કારણે આગામી દિવસોમાં ઠંડીનો પારો 10થી 14 ડિગ્રીની વચ્ચે રહેશે તેવી શક્યતા છે. તો સાથે જ નલિયા અને ડીસા જેવા શહેરોમાં પણ કાતિલ ઠંડીની શરૂઆત થશે.
ગુજરાત રાજ્ય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજસ્થાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. જેના કારણે રાજ્યભરના વાતાવરણમાં એકાએક પલટા સાથે માવઠું આવ્યું છે. હજુ આગામી 24 કલાક સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે, ત્યારબાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત પરથી આગળ વધી જશે. જેના કારણે સોમવારથી અમદાવાદ સહિત રાજ્યમાં મોટાભાગના શહેરોમાં કાતિલ ઠંડી પડવાની પ્રબળ શક્યતા છે. વાતાવરણમાં આવેલા અચાનક પલટાના કારણે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં આવ્યા છે.