-
આજે રંગોના પર્વની ઉજવણી
-
ઠેર ઠેર ઉજવણી કરાય
-
આબાલ-વૃદ્ધ સહિત સૌ કોઈ રંગોમાં થયા ઓતપ્રોત
-
એક મેકને રંગ લગાવી આનંદ વ્યક્ત કર્યો
-
રંગો અને પાણીની છોળો વચ્ચે ઉજવાયું પર્વ
ભરૂચ, અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં રંગોના પર્વ ધુળેટીની રંગારંગ ઉજવણી કરાઈ હતી જેમાં અબાલ વૃદ્ધ સૌ કોઈ જોડાયા હતા રંગોના પર્વ ધૂળેટીએ ભરૂચ, અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં સવારથી જ રંગોની છોળો વચ્ચે ટોળીઓની ધૂમ જોવા મળી હતી. લોકોએ સંબંધીઓ, સગા, સ્નેહીઓ, મિત્રો, પાડોશીઓ સાથે એકમેકને વિવિધ રંગોમાં રંગી પર્વની આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી.
શેરીઓ, સોસાયટીઓ, ગલીઓ, મુખ્ય માર્ગો પર એકમેકને રંગોથી રંગતા ખેલૈયાઓની ધૂમ જોવા મળી હતી. સંસ્થાઓ, સોસાયટીઓ, સમાજ, ટાઉનશીપોમાં ધુળેટી પર્વે વિવિધ કાર્યકમોનું પણ આયોજન કરાયું હતું.ધુળેટી પર્વને લઈ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત શહેર અને જિલ્લામાં ખડકાયો હતો.
આ તરફ ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પણ ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના નિવાસસ્થાને કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થઈ એકમેકને રંગ લગાવી અને મીઠાઈ ખવડાવી પર્વની ખુશી વહેંચી હતી. સમગ્ર જિલ્લામાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

