-
સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણી વચ્ચે રાજકારણ ગરમાયું
-
શુકલતીર્થ જિ. પં. બેઠકના કોંગ્રેસના ઉમેદવાર દ્વારા આક્ષેપ
-
વાગરા-ભાજપના MLA અરુણસિંહ રણા સામે ગંભીર આક્ષેપ
-
કોંગ્રેસના ઉમેદવારોને ઉમેદવારી પત્ર પરત ખેંચવા જણાવ્યુ
-
વિસ્તારમાં પ્રચાર-પ્રસાર કરવું પણ મુશ્કેલ : ઇન્દ્રસિંહ પરમાર
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભરૂચના શુકલતીર્થ-28 જિલ્લા પંચાયત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રસિંહ પરમારે વાગરા ભાજપના ધારાસભ્ય અરુણસિંહ રણા પર ગંભીર આક્ષેપ કર્યા છે. જેમાં ધારાસભ્ય અરુણસિંહ રણા દ્વારા તેઓના તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારોને ટેલીફોનિક અને તેઓના અંગત વ્યક્તિઓ દ્વારા ઉમેદવારોને ઉમેદવારી પત્ર પરત ખેંચી લેવા જણાવાયું હોવાનું આક્ષેપ કરાઓ છે.
એટલું જ નહીં, ઉમેદવારના ઘરે તેઓના અંગત વ્યક્તિઓને મોકલી ઉમેદવારોનો સતત સંપર્ક કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે છેલ્લા 4 દિવસથી નિકોરા અને ઝનોરના ઉમેદવારો પોતાના ઘરે કે, મત વિસ્તારમાં મતદાતાઓનો સંપર્ક પણ કરી શકતા નથી, તેમ કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રસિંહ પરમાર દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.
