દેશમાં કોરોના વાયરસની સ્થિતિ સતત ચિંતામાં વધારો કરી રહી છે. તેની વચ્ચે સુપ્રીમ કોર્ટમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રો અનુસાર કોર્ટનો 50 ટકા સ્ટાફ કોરોના ગ્રસ્ત થયો છે. તેમાં તકેદારીના ભાગરુપે સુપ્રીમ કોર્ટમાં થનારી તમામ સુનવણી હવે વીડિયો કોન્ફ્રન્સથી કરવામાં આવશે. તમામ જજ આ દરમિયાન ઘરેથી કામ કરશે. એવી જાણકારી સામે આવી રહી છે કે પુરા સુપ્રીમ કોર્ટ પરિસર સેનેટાઈઝ કરવામાં આવ્યું છે. જેમાં કોર્ટ રુમ પણ સામેલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે કોરોના વાયરસ સંક્રમિતના મામલા સામે આવ્યા બાદ વિભિન્ન પીઠ હવે નક્કી સમયથી એક કલાક મોડેથી બેસશે અને સુનવણી કરશે.
મળતી માહિતી અનુશાર એક જજે આ મામલામાં જાણકારી આપી છે. જજે સ્પષ્ટ રીતે કહ્યું છે કે મારો મોટાભાગનો સ્ટાફ અને ક્લાર્ક પણ કોરોના ગ્રસ્ત છે. કેટલાક જજ પહેલા કોરોનાગ્રસ્થ થયા હતા. પરંતુ તે સાજા થઈ ચૂક્યા છે. ગત અઠવાડિયામાં લગભગ 10 લાખ વધારે મામલા સામે આવ્યા છે. ત્યારે સોમવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી આંકડા અનુસાર ગત 24 કલાકમાં દેશમાં 1, 68, 912 નવા મામલા સામે આવ્યા છે. આ સાથે 904 લોકોના મોત થયા છે. એક અઠવાડિયામાં રિકવરી રેટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જે ચિંતાજનક છે. એક અઠવાડિયા પહેલા 92.79 ટકાથી ઘટીને રવિવારે 90.44 થયો હતો. એટલે કે સાજા થનારા દર્દીની સંખ્યા ઘટી રહી છે અને હોસ્પિટલમાં દર્દીની સંખ્યા વધી રહી છે.