દેશમાં કોરોનાનો પ્રકોપ ઘટયો, બે મહિનામાં સૌથી ઓછા નવા કેસ નોંધાયા

New Update
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1.34 લાખ નવા કેસ નોંધાયા

દેશભરમાં હવે કોરોનાની બીજી લહેરનો પ્રકોપ ઘટતો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે મહિનામાં સૌથી ઓછા નવા કેસ નોંધાયા છે. નવા કેસ અને મૃત્યુના આંકડામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.

આજે જાહેર થયેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1.14 લાખથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 2677 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. આ અગાઉ શનિવારે બહાર પડેલા આંકડા મુજબ ભારતમાં કોરોનાના નવા 1.20 લાખ નવા કેસ નોંધાયા હતા જ્યારે 3380 દર્દીઓએ જીવ ગુમાવ્યા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1,14,460 દર્દીઓ નોંધાયા છે. આ સાથે દેશભરમાં કુલ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 2,88,09,339 થઈ છે. હાલ 14,77,799 દર્દીઓ સારવાર હેઠળ છે. એક દિવસમાં 1,89,232 દર્દીઓ રિકવર થયા છે.

અત્યાર સુધીમાં 2,69,84,781 દર્દીઓએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. મૃત્યુના આંકડામાં પણ ધીરે ધીરે ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 2677 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. અત્યાર સુધીમાં કોરોનાથી થયેલા મૃત્યુનો આંકડો 3,46,759 પર પહોંચ્યો છે. રસીકરણ અભિયાન હેઠળ 23,13,22,417 રસીના ડોઝ અપાયા છે. હાલ કોરોનાથી રિકવરી રેટ 93 ટકાથી વધુ છે.

Latest Stories