/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/20215236/z0hnxuql5n6oiuii_1608898386.jpeg)
ગુજરાતમાં કોરોનાના કારણે દરેક શહેર અને ગામડાઓમાં બદતર હાલ છે ત્યારે વડાપ્રધાન બાદ રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કોરોનાની સારવારને વધુ સરળ બનાવવા લેવાયેલાં પગલાંઓની માહિતી આપી હતી.
વિજય રૂપાણીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, ગુજરાતની તમામ ખાનગી હોસ્પિટલ, ક્લિનિક્સ, નર્સિંગ હોમના ડૉક્ટર્સ અને સંચાલકો કોરોના દર્દીઓને સારવાર આપી શકશે. તેમને કોઈ પણ જાતની મંજૂરી લેવાની રહેશે નહીં માત્ર જાણ કરવાની રહેશે. આમ કરવાથી દર્દીઓની સારવાર માટે થઇ રહેલાં વિલંબને રોકી શકાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજયમાં કોરોનાની સ્થિતિને જોતાં હાઇકોર્ટે સુઓમોટો લીધી છે અને તેનું આજે હીયરીંગ પણ હતું. સરકાર તરફે વકીલોએ તેમની દલીલો કરી હતી. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસે નોંધ લીધી હતી કે હોસ્પિટલોમાં વહેલા આવો વહેલા સારવાર કરાવો તેવો ટ્રેન્ડ ચાલી રહયો છે જેના કારણે ગંભીર લક્ષણો ધરાવતાં દર્દીઓ સારવારથી વંચિત રહી જાય છે.