ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં શાહરુખના દીકરા આર્યન ખાનની જામીન અરજી પર ગઈકાલે 27 ઓક્ટોબરના રોજ સુનાવણી થઈ હતી. ત્રણેય આરોપી આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ તથા મુનમુન ધામેચાના વકીલોએ દલીલો પૂરી કરી હતી. હવે આજે 28 ઓક્ટોબરના રોજ NCB તરફથી કેસ લડતા ASG ,એડશિનલ સોલિસિટર જનરલ, અનિલ સિંહે પોતાની દલીલો રજૂ કરી હતી. NCBએ ત્રણેય આરોપીની જામીન અરજીનો વિરોધ કર્યો . હાઇકોર્ટમાં જવાબ દાખલ કરીને NCB એ કહ્યું હતું કે જામીન મળ્યા તો આર્યન ખાન પુરાવા સાથે છેડછાડ કરી શકે છે. તે વિદેશ ભાગી શકે છે. આર્યનના વકીલે કહ્યું હતું કે તેમના ક્લાયન્ટ પાસે ડ્રગ્સ મળ્યું નથી અને તેથી જ તેની ધરપકડ ખોટી છે. આજે આ મામલે સુનાવણી થઈ હતી જેમાં કોર્ટે ત્રણેય આરોપીઓના જામીન મંજૂર કર્યા છે. કોર્ટે આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ તથા મુનમુન ધામેચાના જામીન મંજૂર કર્યા હતા. આર્યન ખાન તરફથી પૂર્વ ઍટર્ની જનરલ મુકુલ રોહતગી કેસ લડી રહ્યા છે