કોવિડ-19 : રાજ્યમાં આજે 14352 નવા કેસ નોધાયા, 170 લોકોનાં મોત

New Update
રાજ્યમાં આજે કોરોનાના 14327 નવા પોઝિટિવ કેસ નોધાયા,180 દર્દીના થયા મોત

રાજ્યમાં કોરોના વાયરસના કેસની સંખ્યા સ્થિર થઈ છે. રાજ્યમાં આજે 14352 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી વધુ 170 લોકોનાં મોત થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 6656 પર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.37 ટકા છે. રાજ્યમાં આજે 7803 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,90,229 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,27,840 પર પહોંચ્યો છે. જેમાંથી 418 લોકો વેન્ટિલેટર પર અને 1,27,422 લોકો સ્ટેબલ છે.

રાજ્યમાં આજે 170 દર્દીઓના મોત થયા હતા જે પૈકી આજે અમદાવાદ કોર્પોરેશનમાં 26, આણંદ 1, અરવલ્લી 4, બનાસકાંઠા 5, ભરૂચ 2, ભાવનગર 2, ભાવનગર કોર્પોરેશન 2, બોટાદ 1, છોટા ઉદેપુર 1, દાહોદ 2, દેવભૂમિ દ્વારકા 1, ગાંધીનગર 1, ગીર સોમનાથ 1, જામનગર 9, જામનગર કોર્પોરેશન 9, જૂનાગઢ 2, જૂનાગઢ કોર્પોરેશન 3, કચ્છ 12, મહીસાગર 2, મહેસાણા 4, મોરબી 7, પંચમહાલ 1, પાટણ 4, રાજકોટ 4, રાજકોટ કોર્પોરેશન 9, સાબરકાંઠા 6, સુરત 4, સુરત કોર્પોરેશન 23, સુરેન્દ્રનગર 5, વડોદરા 4, વડોદરા કોર્પોરેશન 10 અને વલસાડ 3 મોત થયા છે.

રાજ્યમાં આજે 14352 નવા નોધાયેલ કેસ પૈકી આજે અમદાવાદમાં 56, અમદાવાદ કોર્પોરેશનમાં 5669, અમરેલી 188,  આણંદ 124, અરવલ્લી 86, બનાસકાંઠા 224, ભરૂચ 175, ભાવનગર 124, ભાવનગર કોર્પોરેશન 233, બોટાદ 53, છોટા ઉદેપુર 69, દાહોદ 216, ડાંગ 22,દેવભૂમિ દ્વારકા 40, ગાંધીનગર 160, ગાંધીનગર કોર્પોરેશન 165,  ગીર સોમનાથ 126, જામનગર 299, જામનગર કોર્પોરેશન 398, જૂનાગઢ 128, જૂનાગઢ કોર્પોરેશન 133, ખેડા 157,  કચ્છ 177, મહીસાગર 166, મહેસાણા 469, મોરબી 68, નર્મદા 58, નવસારી 128,  પંચમહાલ 107, પાટણ 210, પોરબંદર 47, રાજકોટ 82, રાજકોટ કોર્પોરેશન 452, સાબરકાંઠા 106, સુરત 411, સુરત કોર્પોરેશન 1858, સુરેન્દ્રનગર 262, તાપી 151,  વડોદરા 229, વડોદરા કોર્પોરેશન 402 અને વલસાડ 124  કેસ નોધાયા છે.

વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 95,11,122 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 21,11,484 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,16,22,606 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાના 14352 નવા દર્દીઓ નોંધાયા છે જ્યારે 7803 લોકો સ્વસ્થ થયા છે.

Latest Stories