/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/08/19220248/Corona-e1617513696971.jpg)
ગુજરાતમાં આજે 9,305 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 3,187 દર્દીઓ સંક્રમિત થયા છે. તો છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 45 દર્દીઓના મોત નીપજ્યા હતા. ગુજરાતમાં કોરોના કુલ 7,91,657 કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 7,13,065 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ અત્યારે 68,971 એક્ટિવ કેસો છે. તેમજ કુલ 9,621 લોકોના કોરોનાથી મોત નીપજ્યા છે.
અમદાવાદ શહેરની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 2527 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 459 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. સુરત ગ્રામ્યમાં 212 દર્દીઓ કોરોનાથી સાજા થયા તો 86 લોકોને ચેપ લાગ્યો હતો. સુરત શહેરમાં 421 દર્દીઓ કોરોનાથી સાજા થયો તો 181 લોકો થયા સંક્રમિત.
રાજકોટ શહેરમાં 237 દર્દીઓ કોરોનાથી સાજા થયા તો 152 લોકો થયા સંક્રમિત થયા હતા. વડોદરા શહેરમાં 579 દર્દીઓ કોરોનાથી સાજા થયા તો 337 લોકો સંક્રમિત થયા હતા. જામનગર ગ્રામ્યમાં 204 દર્દીઓ કોરોનાથી સાજા થયો તો 52 લોકો થયા સંક્રમિત થયા હતા. જામનગર ગ્રામ્યમાં 204 દર્દીઓ કોરોનાથી સાજા થયા તો 52 લોકો સંક્રમિત થયા હતા.