ભરૂચના જંબુસરના સારોદ ગામનો બનાવ
કતલખાનું પોલીસે ઝડપી પાડ્યું
4 આરોપીઓની પોલીસે કરી ધરપકડ
રૂ.1.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
40 કિલો ગૌ માંસ ઝડપાયું
ભરૂચના જંબુસર સારોદ ગામે ગૌમાંસ સાથે ગૌવંશ હત્યાનો પર્દાફાશ કરી વેડચ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ જંબુસર તાલુકાના સારોદ ગામમાં વેડચ પોલીસે ગૌમાંસ અને ગૌવંશની કથિત હત્યાના મામલે કાર્યવાહી કરી ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે કુલ 40.94 કિલો ગૌમાંસ તેમજ અંદાજે ₹1.40 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ધરપકડ કરાયેલા આરોપીઓમાં સલીમ અલી ફિચા, સલમાન સલીમ ફિચા, શાકીબ સલીમ ફિચા અને રફીક મહમદ બોકડનો સમાવેશ થાય છે.પોલીસે ઘટનાસ્થળેથી ગૌમાંસ ઉપરાંત ગૌમાંસ કટિંગમાં વપરાતા છરા, ચપ્પા, લાકડાના ટીબલા, ઇલેક્ટ્રિક વજન કાંટો, ત્રણ મોટરસાયકલ, ત્રણ મોબાઇલ ફોન, રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર મામલે વેડચ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે.
