અંકલેશ્વરના ગડખોલ પાટીયા પાસે આવેલ મહિમા પેટ્રોલ પંપના એટેન્ડન્ટ દ્વારા ગ્રાહક સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરાયું હોવાની ફરિયાદ સામે આવી છે.પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચના રહેવાસી કૌશિક પંડ્યા અંક્લેશ્વરના ગડખોલ પાટીયા પાસે આવેલ મહિમા પેટ્રોલ પંપ પર 5886 રૂપિયાનું પેટ્રોલ પુરાવ્યા બાદ પેટ્રોલ પંપ એટેન્ડન્ટ દ્વારા છૂટા પૈસા બાબતે તેઓ સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું. આ બાબતે ગ્રાહકે પેટ્રોલ પંપ સંચાલકને  લેખિતમાં ફરિયાદ આપી હતી.