વાવાઝોડું વધુ પ્રભાવી બન્યું, રાજ્યમાં 2 લાખ લોકોનું સ્થળાંતર કરાયુ

વાવાઝોડું વધુ પ્રભાવી બન્યું, રાજ્યમાં 2 લાખ લોકોનું સ્થળાંતર કરાયુ
New Update

ગુજરાત તરફ આવી રહેલા વાવાઝોડાને હવામાન વિભાગે અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન જાહેર કર્યું. તાઉતે ચક્રવાત 175 કિ.મી.ની ઝડપે ગુજરાત તરફ આગળ વધી રહ્યો છે. ગુજરાતમાં આજે રાત્રે 8 થી 10 વાગ્યાની વચ્ચે પોરબંદર નજીક થી લેન્ડફોલ થશે. દરિયાકિનારાના અનેક લોકોને સ્થળાંતરની કામગીરી પુરજોશ મા ચાલી રહી છે. રાજ્યમાં NDRF ટીમ સહિત 108 એમ્બ્યુલન્સ સંભવિત અસરકારક સ્થળો પર સ્ટેન્ડ બાય પર મૂકવામાં આવી છે. વાવાઝોડાની શક્યતાના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખડેવા અને દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે સંભવિત ચક્રવાતને પહોચી વળવા તંત્ર સજ્જ છે. તાઉતે તોફાનથી સંબંધિત ત્વરિત અપડેટ્સ માટે કનેક્ટ ગુજરાત સાથે જોડાયેલા રહો.

  • 04.50 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી  વિજય રૂપાણી સાથે ટેલિફોનીક વાતચીત કરીને ગુજરાતમાં ટાઉતે વાવાઝોડાની સ્થિતિના સામના માટે રાજ્ય સરકારની તૈયારીઓ અંગે ચર્ચા કરી. વડાપ્રધાને ગુજરાતને આ ટાઉતે વાવાઝોડાનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી તમામ મદદ માટેની તત્પરતા પણ મુખ્યમંત્રી સાથેની વાતચીતમાં વ્યકત કરી 

  • 04.30 PM

રાજ્યમાં 2 લાખ લોકોનું સ્થળાંતર કરાયુ છે. પીવાના પાણી, ભોજનની વ્યવસ્થા કરાઇ છે. 19 હજાર માછીમારો જે દરિયામાં ગયા હતા તેઓ પાછા આવી ગયા છે. અત્યાર સુધીમાં 234 વીજ થાંભલા પડયા છે. 34 મકાનો પડયા છે - પંકજ કુમાર

  • 04.20 PM

ભાવનગર:
તાઉતે વાવાઝોડાને પગલે ભાવનગરના વાતાવરણમાં પલટો, પવનની ગતિમાં વધારો જોવા મળ્યો. ઘોઘા બંદર પર 9 નંબરનું ભયજનક સિગ્નલ લગાવી દેવાયું છે. તોઉતે વાવાઝોડું તકરાવવાની સંભાવનાને પગલે તંત્ર એલર્ટ બન્યું. ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં લોકોને સાવચેત રહેવા તંત્રએ સૂચના આપી છે. તંત્રએ નીચાણવાળા વિસ્તારોને ખાલી કરવી લોકોને સલામત સ્થળે ખસેડી દેવાયા છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 43 ગામોમાં 700 લોકોનું સ્થળાંતર થઈ ચૂક્યું છે જયારે શહેરી વિસ્તારમાં 300 થી વધુ લોકોને સલામત સ્થળે ખાસેડાયા છે.

  • 04.00 PM

અમદાવાદમાં સાયકલોનની અસર. નવા વાડજ, ચાંદખેડા,રાણીપ ઘાટલોડિયા, જુના વાડજ, પાલડી, આશ્રમ રોડ, નવરંગપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ

  • 02.20 PM

દીવ:
દીવમાં વાવાઝોડાની અસરનાં ભાગરૂપે દરિયામાં ધીમીધારે વરસાદ શરૂ થવાની સાથે ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉઠળી રહ્યાં છે અને તેમાં કરંટ પણ જોવા મળી રહ્યો છે.

વાવાઝોડાની લાઈવ લોકેશન

  • 01.30 PM

વાવાઝોડુ નજીક આવતા અલંગના દરેક પોર્ટ, ભાવનગર, દહેજ, મગદલ્લા અને દમણમાં 11 નંબરનું સિગ્નલ લગાવાયું છે. દીવ, વેરાવળ, જાફરાબાદ, પીપાવાવમાં 10 નંબરનું સિગ્નલ લગાવાયું છે. જ્યારે પોરબંદર, ઓખા, સિક્કા, બેડી, નવલખી, ન્યું કંડલા, માંડવી અને જખૌમાં 8 નંબરનું સિગ્નલ લગાવાયું છે.

  • 12.50 PM

ભરૂચ:
દહેજ બંદરે 9 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું. પોર્ટ ઓફીસના જણાવ્યા અનુસાર બંદરની જમણી તરફથી વાવાઝોડું અતિવેગે પસાર થશે. ભરૂચ જિલ્લામાં ચક્રવાતનો મોટો ખતરો જોવા મળી રહ્યો છે.

  • 12.30 PM

સુરત:
આજે સાંજથી ભારેથી અતિભારે વરસાદની આગાહી. દરિયામાં કરંટ જોવા મળશે. કાચા મકાનોને પણ નુકશાન પહોંચી શકે છે. જિલ્લા કલેક્ટર ધવલ પટેલે વધુમાં જણાવતા કહ્યું કે, ઇમરજન્સી માટે 1077 ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો. સુરત જિલ્લામાં 1372 લોકોનું અને શહેરમાં 527 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. ચોર્યાસી, ઓલપાડ અને માંગરોળ તાલુકામાં અસર થશે. વાવાઝોડાની અસર આવતીકાલ બપોર સુધી રહેશે.

  • 12.05 PM

બપોરે 12 સુધીની સ્થિતિ:
ગુજરાત તરફ આવી રહેલા વાવાઝોડાને હવામાન વિભાગે અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન જાહેર કર્યું છે. વાવાઝોડું દીવથી 220 અને વેરાવળથી 260કિ.મી. દૂર છે. અત્યાર સુધી રાજ્યમાં દોઢ લાખ લોકોનું સ્થળાંતર કરાયું છે. 1428 જગ્યા પર પાવર બેકઅપની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અંદાજે રાત્રે 8-11ની વચ્ચે વાવાઝોડું ગુજરાતમાં ટકરાશે.

  • 11.54 AM

સુરત:
તાઉતે તોફાનનો કહેર ચાલુ જ છે. મુંબઈના દરિયાકાંઠે ટકરાયાં બાદ હવે તોફાન ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. તેને ધ્યાનમાં રાખીને સુરત એરપોર્ટ બંધ કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે કહ્યું છે કે આ વાવાઝોડા ગુજરાતને સૌથી વધુ અસર કરશે. હાલમાં એનડીઆરએફ ટીમો તૈનાત છે અને પરિસ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે.

  • 11.50 AM

દીવ:
તૌકતે વાવાઝોડાના પગલે દીવનો દરિયો ગાંડોતૂર બન્યો છે. દરિયા કિનારે જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયાકાંઠા પર જવા માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

  • 11.35 AM

ગુજરાતમાં તાઉ'તે વાવાઝોડા અંતિમ તૈયારી સંદર્ભે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં SEOC ગાંધીનગર ખાતે ઉચ્ચ કક્ષાની સમિક્ષા બેઠક શરૂ. રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટર્સ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ બેઠકમાં જોડાયા. બેઠકમાં મુખ્ય સચિવ અનિલ મૂકીમ, મહેસુલ અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, અધિક મુખ્ય સચિવ સુનયના તોમર, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવિ, સનદી અધિકારી રાજકુમાર બેનિવાલ, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, તમામ વિભાગોના વરિષ્ઠ અધિકારીશ્રીઓ ઉપસ્થિત.

  • 10.45 AM

અમરેલી:
કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અમરેલી જિલ્લાના દરિયા કાંઠે પહોચ્યા. જાફરાબાદ શહેરમા નીચાણવાળા વિસ્તારોનું સ્થળાંતર શરૂ. કુંવરજી બાવળીયાએ સ્થાનિક લોકોની મુલાકાત લઈ સલામત સ્થળે સ્થળાંતર કરવા અપીલ કરી.

  • 10.40 AM

ભાવનગર:
વાવાઝોડાની સ્થિતિને લઈને રાજ્યના મંત્રી અને ભાવનગર ગ્રામ્યના ધારાસભ્યએ તંત્ર સાથે ટેલિફોનિક ચર્ચા કરી. ઘોઘા ખાતે વવાજોડા બાબતે મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ કલેકટર, ડી.ડી.ઓ, મામલતદાર, ઘોઘા તાલુકા પ્રમુખ,ઘોઘા સરપંચ, ઘોઘા તાલુકા પંચાયત ઉપપ્રમુખ સાથે ચર્ચા કરી અસરગ્રસ્ત વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવાની સૂચના આપી.

  • 10.15 AM

મુંબઈ એરપોર્ટ ત્રણ કલાક માટે બંધ કરાયો:
તાઉતે ચક્રવાત હાલમાં મુંબઈના સમુદ્ર કિનારેથી પસાર થઈ રહ્યો છે. મુંબઈમાં આ સમયે ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. તોફાનને ધ્યાનમાં રાખીને મુંબઇ એરપોર્ટ ત્રણ કલાક એટલે કે સવારે 11 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી બંધ રાખવામાં આવ્યું છે. ત્યારે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. તોફાનને ધ્યાનમાં રાખીને એનડીઆરએફ ટીમો તૈનાત છે. લોકોને કિનારાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.

  • 10.11 AM

નવસારી:
ઉભરાટનો દરિયાકિનારો હાલ શાંત જોવા મળી રહ્યો છે જ્યારે નવસારીમાં વહેલી સવારથી જ પવનની ગતિ વધી છે. ઉભરાટ બીચ સહેલાણીઓ માટે બંધ કરાયો છે. ભારે પવનના કારણે બીચ પર આવેલી દુકાનના પતરા ઉડતા જોવા મળ્યા હતા જોકે હજુ સુધી હાલ કોઈ જાનહાનિ સામે આવી નથી.

  • 9.30 AM

કર્ણાટક:
કર્ણાટકના ઉદૂપી, ચિકમગાલુર, શિવમોગા, ઉત્તરા કન્નડમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં છે. વરસાદ અને વાવાઝોડાને કારણે થયેલા આ અકસ્માતોમાં આ મોત થયા છે. કર્ણાટકના કુલ 98 ગામો અસરગ્રસ્ત છે. ઉત્તરા કન્નડમાં ફક્ત 33 ગામો અસરગ્રસ્ત છે. જ્યારે કેરળમાં પણ બે લોકોનાં મોત નીપજ્યાં છે.

અમરેલી:
જાફરાબાદના દરિયામાં હાલ વાવાઝોડાને પગલે કરન્ટ વધુ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા રાઉન્ડ ધ કલોક પેટ્રોલીગ થઈ રહ્યું છે. અમુક ગામોમાંથી કાચા મકાનો વાળાને સ્થળાંતર કરી દેવામાં આવ્યા છે. હાલ તંત્ર દ્વારા 10 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. અમરેલી જિલ્લાનો દરિયા કિનારો હાઇ એલર્ટ પર મુકવામાં આવ્યો છે.

ભાવનગર:
જિલ્લાના દરિયાકિનારે 150 કિલોમીટરની સ્પીડે પવન ફુકાવાની ભીતિ, ભાવનગર જિલ્લાના દરિયાકિનારે 150 કિલોમીટરની સ્પીડે પવન ફુંકાવાની ભીતિ છે. પોરબંદર-મહુવાના દરિયામાંથી વાવાઝોડુ સોમવાર સાંજથી મંગળવાર સવાર સુધીમાં પસાર થાય તેવી શકયતા છે. દરિયા કિનારના ગામોમાંથી ૪ હજાર લોકોનુ સ્થળાંતર કરાયું છે. જિલ્લામાં ભારે પવન અને વરસાદની સંભાવના છે.

#Gujarat #Cyclone #Connect Gujarat News #LIVE UPDATE #Cyclone Update #Tauktae Cyclone #CycloneTauktae #Tauktae
Here are a few more articles:
Read the Next Article