/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/28140047/mnmn.jpg)
દમણ: લોકસભામાં દાદરા નગર હવેલી અને દમણ-દીવને મર્જ કરવાનું બિલ પસાર કરવામાં આવ્યું. લોકસભામાં આ મુદ્દે બંને પ્રદેશના સાંસદો દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. પ્રદેશના વિકાસમાં આ બિલ મહત્વનું સાબિત થશે તેમ મનાઈ રહ્યું છે. દરમિયાન દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરે અને દમણ-દિવના સાંસદ લાલુભાઈ પટેલે લઘુ વિધાનસભાની પણ માંગ કરી હતી. દાદરા નગર હવેલીના સાંસદે આદિવાસીઓના અધિકાર કાયમ રહે તેવી પણ માંગ કરી હતી. જો કે કોંગ્રેસના સાંસદોએ આ બિલ મુદ્દે પ્રજામત લેવામાં ન આવ્યો હોવાના આક્ષેપ કર્યા હતા.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવને એક જ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવા માટે સંસદમાં ખરડો રજૂ
કરવામાં આવ્યો હતો. દાદરા નગર હવેલી અને દમણ દીવ (મર્જર ઓફ યુનિયન ટેરિટરીઝ) બિલને
લઈને બંને સંઘપ્રદેશના રાજકીય-સામાજિક આગેવાનો અને વરિષ્ઠ પત્રકારોના
મતે આ બિલ મામલે સ્થાનિકોના અભિપ્રાય લેવાયા નથી. તેમજ
આ બંને પ્રદેશનું એકીકરણ નહીં પરંતુ મીની વિધાનસભાની જરૂરિયાત હોવાનો મત વ્યકત
કર્યો હતો.