દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન ( ડીઆઇએ)ની વાર્ષિક સાધારણ સભા મળી હતી. જેમાં નવા
હોદેદારોની વરણી કરવામાં આવી છે. એસોસીએશનના પ્રમુખ તરીકે એમ.એ. હનિયા અને જનરલ
સેક્રેટરી તરીકે ડૉ. સુનિલ ભટ્ટ અને ખજાનચી તરીકે જે.જે. રાજપુતની નિયુકતિ કરવામાં
આવી છે.
દહેજ ઇન્ડસટ્રીયલ એસોસીએશનમાં કુલ 20 હોદેદારોને નિમણુંક આપવામાં આવી છે.
જોઇન્ટ પ્રેસીડેન્ટ તરીકે સંદિપ પારેખ જયારે વાઇસ પ્રેસીડેન્ટ તરીકે ભદ્રેશ મોદી, એમ.બી.પટેલ અને એેસ.એન. પાંડેની વરણી કરાય છે. નવા વરાયેલા પ્રમુખ અને જનરલ
સેક્રેટરી ડૉ. સુનિલ ભટ્ટે એસોસીએશનના તમામ હોદેદારો અને સભ્યોનો આભાર માન્યો હતો.