દાહોદ : 108 એમ્બ્યુલન્સમાં જોડિયા બાળકોને આપ્યો જન્મ, છાસિયા સાદડીયા ગામની પ્રસૂતાને ઉપડી હતી પીડા

New Update
દાહોદ : 108 એમ્બ્યુલન્સમાં જોડિયા બાળકોને આપ્યો જન્મ, છાસિયા સાદડીયા ગામની પ્રસૂતાને ઉપડી હતી પીડા

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના છાસિયા સાદડીયા

ગામની પ્રસૂતાને પ્રસ્તુતા પીડા ઉપડતા સવારના ૪:૩૦ વાગ્યાના અરસામાં પરિવારના

સભ્યોએ 108 એમ્બ્યુલન્સને કોલ કરવામાં આવ્યો હતો, ત્યારે દેવગઢ

બારીયા સેવાનીયા લોકેશનની 108 એમ્બ્યુલન્સને કેસ સોંપવામાં આવ્યો હતો.

આ 108 એમ્બ્યુલન્સના સ્ટાફને કેસ મળતા માત્ર ૧૨ મિનિટમાં

જ છાસિયા સાદડીયા ગામમાં એમ્બ્યુલન્સ લઈને પહોંચી ગયા હતા. પ્રસૂતાને લઈને દેવગઢ

બારીયા સરકારી હોસ્પિટલ રવાના થયા હતા, તે દરમ્યાન રસ્તામાં પ્રસૂતાની પીડા વધતા એમ્બ્યુલન્સને રોકી 108ના ડોકટરની સલાહ લઈને

ઈ.એમ.ટી. અરવિંદ બારીઆ અને પાઈલોટ જગદીશ દ્વારા પ્રસૂતાને સફળ પ્રસુતિ કરાવવામાં આવી હતી. જેમાં પ્રસૂતાએ જોડિયા

બાળકોનો જન્મ આપ્યો હતો.

ત્યાર બાદ પ્રસૂતા અને જોડિયા બાળકોને સી.એચ.સી. જનરલ હોસ્પિટલમાં સલામત રીતે

પહોંચાડવામાં આવ્યા હતા. જનરલ હોસ્પિટલમાં ફરજ પર હાજર હોસ્પિટલ સ્ટાફ અને

સગાસંબધી દ્વારા 108 એમ્બ્યુલન્સના સ્ટાફની કામગીરીને બિરદાવી હતી.

Latest Stories