દાહોદ: ધુળેટીનો પર્વ ગોઝારો બન્યો, કુવામાં ડુબી જતા યુવકનુ નિપજયું મોત

દાહોદ: ધુળેટીનો પર્વ ગોઝારો બન્યો, કુવામાં ડુબી જતા યુવકનુ નિપજયું મોત
New Update

દાહોદ શહેરમાં આજે ધુળેટીની ઉજવણી કરવામા આવી હતી.જેમા ધુળેટી રમ્યા બાદ કુવામા નાહવા પડેલા ચાર પૈકી એક યુવાનનુ મૃત્યુ થયુ હતું. દાહોદ શહેરના ગુડલક માર્કેટ નજીક આ ઘટના બની હતી.

publive-image

દાહોદ જીલ્લામાં હોળી બાદ ધુળેટીની ઉજવણી કરવામાં આવી હતી. જેમા ધુળેટી રમ્યા બાદ ૪ મિત્રો સાથે મળીને કુવામાં ન્હાવા ગયા હતા. જેમા એક યુવકનુ મોત થવા પામ્યુ હતું. ઘટનાની જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતદેહ કાઢવાની કામગીરી શરુ કરી હતી. ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ મૃતક યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.દાહોદ શહેર પોલીસે અકસ્માત મોતની ફરીયાદ નોંધી મૃતકની લાશ ને પી.એમ. અર્થે દાહોદના સરકારી હોસ્પિટલમાં મોકલી વધુ તપાસ હાથ ધરી હતી. બનાવ સ્થળે મોટી સંખ્યામા લોક ટોળા ઉમટ્યા હતા.

#Dahod police #Dahod #Dahod Collector #Dahod News #young man drowns in well #Dhuleti 2021 #Holi 2021
Here are a few more articles:
Read the Next Article