New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/06145536/maxresdefault-67.jpg)
ગોધરા રોડ પર આવેલ સુજાઈબાગ ખાતે સામુહિક આત્મહત્યા કરનાર પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બહાર આવ્યું છે. આર્થિક સંકળામણ તેમજ વ્યાજખોરોના ત્રાસથી મજબૂરીવસ ઝેરના પારખા કર્યા હોવાની સ્ફોટક ચર્ચાઓ થતાં પોલીસ દ્વારા તલસ્પર્શી તપાસ શરૂ કરવામાં આવી છે.
દાહોદ શહેરમાં ગોધરા રોડ વિસ્તારમાં સુજાઈબાગ ખાતે રહેતા એક જ પરિવારના 5 સભ્યોના સામુહિક આત્મહત્યાના બનાવ બાદ પરિવારજનોમાં ભારે આક્રંદનો માહોલ જોવા મળ્યો હતો, ત્યારે 5 લોકોના સામૂહિક આપઘાતથી સમગ્ર જિલ્લાને હચમચાવી મુકનાર ઈતિહાસનો સૌપ્રથમ બનાવ બનવા પામ્યો છે. તો બીજી તરફ તમામ મૃતકોના કોઝ ઓફ દેથના રિપોર્ટમાં પણ ઝેરી પદાર્થથી મોત નીપજ્યું હોવાનું બહાર આવ્યું હતું.
Latest Stories