દાહોદ : એલસીબીએ બે યુવકોની ગેરકાયદે હથિયારો સાથે ધરપકડ કરી

New Update
દાહોદ : એલસીબીએ બે યુવકોની ગેરકાયદે હથિયારો સાથે ધરપકડ કરી

દાહોદ તાલુકાના આગાવાડા ચોકડી પાસેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બે ઇસમોને દેશી હાથ બનાવટની માઉઝર પિસ્ટલ તથા બે જીવતા કાર્ટીસ સાથે ઝડપી પડ્યા છે, આ સંદર્ભે એલસીબી પોલીસે કતવારા પોલીસ મથકમાં ગુનો નોંધાવતા કતવારા પોલીસે બંને યુવકો વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે આગાવાડા ગામ પાસેથી બે યુવકોની ગેરકાયદેસર હથિયાર સાથે ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર, ગત તા.૨૫.૦૯.૨૦૨૦ ના રોજ એલ.સી.બી.ના અધિકારીઓ કતવારા પો.સ્ટે. વિસ્તારમાં મધ્યપ્રદેશ બોર્ડર તરફથી પ્રવેશતા માર્ગો ઉપર ગેરકાયદેસર હથિયારની હેરાફેરી કરતા ઇસમોની માહિતી એકત્રિત કરવાની કામગીરીમાં હતા તે દરમ્યાન આગાવાડા ચોકડી ઉપર બે ઇસમોની શંકાસ્પદ હિલચાલ અંગે બાતમી મળતા પોલીસે આયોજનબદ્ધ વોચ ગોઠવી હતી. બે મોટર સાયકલો પર સવાર બે ઇસમોની અટકાયત કરી અંગ ઝડતી લેતા એક દેશી હાથ બનાવટની માઉઝર પિસ્તોલ અને બે જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે ગરબાડાના મનોજ પારસિંગ મંડોળ અને ગલાલીયાવાડના કૃપાલ રજૂ મેડાની અટકાયત કરી કતવારા પોલીસ મથકમાં ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ ગુનાનો મુખ્ય સુત્રધાર મનોજભાઇ પારસિંગભાઇ મંડોળ અગાઉં ૨૦૧૭ ના વર્ષમાં ગરબાડા પો.સ્ટે માં ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપાયો હતો તેમજ ૨૦૨૦ માં પણ વડોદરા શહેર એસ.ઓ.જી. ખાતે ગેરકાયદેસર હથિયાર અને જેસાવાડામાં પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલ છે.

Latest Stories