દાહોદ : કોરોનાના દર્દીઓ માટે રાહતના સમાચાર, 17 વર્ષથી બંધ અંજુમન હોસ્પિટલ ફરી કાર્યરત થશે

New Update
દાહોદ : કોરોનાના દર્દીઓ માટે રાહતના સમાચાર, 17 વર્ષથી બંધ અંજુમન હોસ્પિટલ ફરી કાર્યરત થશે

દાહોદ શહેર અને જિલ્લા માં કોરોના ના કેસ વધતાં હોસ્પિટલો હાઉસફુલ થઈ છે ત્યારે 17વર્ષ થી બંધ પડેલ અંજુમન હોસ્પિટલ ફરીથી કાર્યરત થશે અને 100 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવશે

publive-image

હાલ કોરોના મહામારી વચ્ચે દાહોદ જિલ્લામાં કોરોનાના કેસો દિવસે દિવસે વધતાં જઈ રહ્યા છે હોસ્પિટલોમાં બેડ નથી મળી રહ્યા છે ત્યારે દાહોદ શહેરમાં અંજુમને હૈદરી એન્ડ હુસેની ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અંજુમન હોસ્પિટલ છેલ્લા 17 વર્ષથી બંધ હાલતમાં છે ત્યારે આ મહામારીને પગલે ટ્રસ્ટના સભ્યો દ્રારા તેને ફરીથી કાર્યરત કરી પ્રથમ 100 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવા માટે જૂના બિલ્ડીંગમાં સાફ સફાઈ અને રિનોવેશનની કામગિરિ પુરજોશમાં શરૂ કરી દીધી જરૂરિયાત મુજબ નવા સંશાધનો નવા લાવવામાં આવી રહ્યું છે ઈલેક્ટ્રિક વાયરિંગ સહિતની તમામ્મ તૈયારીઓ પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે પ્રથમ તબક્કામાં 100 બેડની સુવિધા સાથે કાર્યરત થયા બાદ જરૂરિયાત મુજબ વધારે બેડની સુવિધાની પણ તૈયારીઓ કરવામાં આવશે હોસ્પિટલ ફરીથી કાર્યરત થતાં દાહોદ આસપાસના દર્દીઓને સુવિધામાં વધારો થશે

Latest Stories