દાહોદ : સજા ભોગવી રહેલા આરોપી PSIએ જેલમાંથી બેઠા બેઠા ફરિયાદી મહિલાને ફોન પર ધમકાવી, જુઓ પછી શું થયું..!

દાહોદ : સજા ભોગવી રહેલા આરોપી PSIએ જેલમાંથી બેઠા બેઠા ફરિયાદી મહિલાને ફોન પર ધમકાવી, જુઓ પછી શું થયું..!
New Update

દાહોદ જિલ્લાની સબજેલમાં સજા ભોગવી રહેલા અપહરણ અને દુષ્કર્મના આરોપી PSI ઉમેશ નલવાયાએ જેલમાં જ બેઠા બેઠા ફોન દ્વારા મહિલાને ધાકધમકી આપી હતી. જોકે મહિલાએ ધમકી આપનાર PSI વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી છે.

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના વતની ઉમેશ નલવાયા ઉપર ગત સપ્ટેમબર માસમાં દાહોદ તાલુકાની એક યુવતીનું અપહરણ કરી લઈ જઈ અલગ અલગ સ્થળોએ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ મહિલાએ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના સમયે આરોપી ઉમેશ નલવાયા વડોદરા ખાતે PSI તરીકે ફરજ ઉપર હતા. જોકે અપહરણ અને દુષ્કર્મના ગુન્હામાં દાહોદ સબજેલમાં સજા ભોગવી રહેલા PSI ઉમેશ નલવાયાએ ફરિયાદી મહિલાને ફોન દ્વારા ધાકધમકી આપવાનું શરૂ કર્યું હતું, ત્યારે મહિલાએ ફરી એકવાર PSI આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

જોકે પોલીસની ટેકનિકલ ટીમે મહિલાએ જણાવેલા ફોન નંબરોની તપાસ કરતા આ નંબર દાહોદની સબજેલમાંથી વપરાયા હોવાનું ખૂલ્યું હતું. તેમજ તપાસમાં એ પાણ બહાર આવ્યું હતું કે, આરોપી PSI ઉમેશ નલવાયાના મિત્રએ ચા-નાસ્તો આપવાની સાથે જેલમાં સીમકાર્ડ અને મોબાઈલ પહોચાડ્યો હતો. જોકે પોલીસે સીમકાર્ડ પહોચાડનાર યુવકની ધરપકડ કરી જેલ ભેગો કર્યો છે. ઉપરાંત આરોપીને સીમકાર્ડ પહોચાડનાર મિત્ર અને જે યુવકના નામ ઉપર સીમકાર્ડ રજીસ્ટર્ડ થયું છે, એમ 3 લોકો વિરુધ્ધ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

#PSI #Dahod News #Connect Gujarat News
Here are a few more articles:
Read the Next Article