દાહોદ : નાણાંની લેતીદેતીમાં યુવાનની ત્રણ કિશોરોએ ભેગા મળી નિર્મમ હત્યા કરી નાખી

દાહોદ : નાણાંની લેતીદેતીમાં યુવાનની ત્રણ કિશોરોએ ભેગા મળી નિર્મમ હત્યા કરી નાખી
New Update

બે દિવસ અગાઉ અમદાવાદ ઈન્દોર નેશનલ હાઇવે ઉપરથી મળેલી દાહોદના યુવકની લાસનો ભેદ દાહોદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો વ્યાજના પૈસાની ઉઘરાણી બાબતે તેના બાલકિશોર મિત્રોએ મોતને ઘાટ ઉતારી દીધો

દાહોદના અમદાવાદ ઈન્દોર નેશનલ હાઇવે ઉપરથી બે દિવસ અગાઉ એક અજાણ્યા યુવકની હત્યા કરેલી લાશ મળી આવી હતી. અને પોલીસે તે અજાણ્યા યુવકની ઓળખ કરાવતા તે યુવક દાહોદના ડબગરવાડનો નીકળ્યો હતો. ત્યારે આ કેસની તપાસ દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોપાતા લોકલ ક્રાઇમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કરતાં અને હત્યારાઓની જડ સુધી પહોચવા માટે ટેકનિકલ માધ્યમ અને સીસીટીવીના માધ્યમોથી તેના સાથી મિત્રોની સધન પૂછપરછ ચાલુ રાખતા ત્યારે તેના સાથી મિત્રો પોલીસની પૂછપરછથી ભાંગી પડ્યા હતા. અને ગુનો કબુલી લીધો હતો. ત્યારે પોલીસને જણાવ્યુ હતુકે નાના ડબગવાડ વિસ્તારમાં રહેતો ૧૯ વર્ષીય જગદીશ ઉર્ફે સોનુ રાજેશભાઈ દેવડાએ તેના સાથી બાળ કિશોર મિત્રને જે દાહોદમાં જ રહે છે તેને કેટલાક સમય પહેલા રૂપીયા ૨૦ હજાર રૂપિયા વ્યાજે આપ્યા હતા અને લાંબો સમય વિત્યા છતાં પણ આ ૨૦ હજાર રૂપિયા અને તેના વ્યાજના નાણાં ન ચુકવતાં અવાર નવાર જગદીશ અને તેના મિત્ર વચ્ચે ઝઘડો તકરાર પણ થતો રહેતો હતો. ત્યારે વ્યાજના રૂપીયા વધીને એક લાખ થઈ ગયા હતા. આ એક લાખ રૂપીયા આપવા ના પડે તે માટે કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરે જગદીશને મોતને ઘાટ ઉતારવાનો પ્લાન તૈયાર કર્યો હતો. આ પ્લાનમાં બાળ કિશોરે તેના બે મિત્રોને પણ લાલચ આપી સામેલ કરી દીધા હતા. તે બાદ તા.૨૧મી ડિસેમ્બરના રોજ આ ત્રણેય લોકોએ આગોતરૂ કાવતરૂં રચી મુખ્ય સુત્રધાર બાળક કિશોરે તેના મિત્રોને મોટરસાઈકલ પર બેસાડી નાની સારસી ગામે આવ્યો હતો અને એલ.પી.જી.ગેસ પંપની સામે ઈન્દૌર હાઈવે રોડના ડિવાઈડરની ઝાંડીઓમાં તલવારને અગાઉ થીજ સંતાડી દીધી હતી તે બાદ જગદીશે  મુખ્ય સુત્રધાર બાળ કિશોરને ફોન કરી વ્યાજે આપેલા રૂપીયાની ઉઘરાણી કરી હતી. આ બાદ મખ્ય સુત્રધાર બાળ કિશોરે મૃતક જગદીશને ફોન કરી કહ્યું કે વ્યાજના રૂપીયા લઈને દાહોદ પડાવ પોલીસ ચોકીની સામે પેટ્રોલ પંપ ઉપર આવ્યો છુ અને મે એક જગ્યાએ સોનુ દાટેલૂ છે તે ખોદીશું તો તે તને આપી દઈશ તું તારા ઘરેથી હથોડી લેતો આવજે તેમ જગદીશને જણાવ્યું હતું આ બાદ જગદીશ ઘરેથી હથોડી લઈ મુખ્ય સુત્રધાર બાળ કિશોર પાસે ગયો હતો  આ બાદ જગદીશને ૨ હજાર રૂપીયા મુખ્ય સુત્રધાર દ્વારા આપવામાં હતા અને નજીકની હોટલ પર ચાહ્‌ પીવા માટે લઈ ગયો હતો. આ દરમ્યાન બીજા બે બાળ કિશોરો આ લોકોની પાછળ પાછળ આવ્યા હતા અને ચાહ્‌ પીધા બાદ મુખ્ય સુત્રધાર દ્વારા જગદીશને દાટેલા સોનાની જગ્યાએ લઈ જઈ લાલચ આપી હતી. અને નાની સારસી ગામે ઈન્દૌર હાઈવે ઉપર ત્રણેય બાલ કિશોરો જગદીશને લઈ ગયા હતા. ત્યારે મૃતક જગદીશ પાસેથી પોતાની સાથે લાવેલી હથોડી મુખ્ય સુત્રધારે લઈ લીધી હતી. અને નાટક કરી જમીન ખોદતો હતો. આ દરમ્યાન જ મુખ્યસુત્રધારે મૃતક જગદીશના માથામાં હથોડી મારી દેતા જગદીશ લોહી લુહાણ થઈ ગયો હતો અને તેવી સ્થિતિમાં મૃતક જગદીશ બુમાબુમ કરતાં મુખ્ય સુત્રધારની સાથે આવેલા બીજા બે બાળ કિશોરોએ જગદીશનું મોં અને પગ દબાવી દીધા હતા. આ બાદ મુખ્ય સુત્રધાર બાળ કિશોરે નજીકમાં પહેલાથી જ સંતાડી રાખેલી તલવાર લઈ આવી જગદીશના પેઠના ભાગે બે - ત્રણ ઘા મારી દીધા હતા અને ગળાના ભાગે પણ તલવાર ફેંરવી દેતાં જગદીશનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

ત્યારે હત્યાને અંજામ આપ્યા બાદ ત્રણેય બાળ કિશોરો ત્યાંથી રવાના થયા બાદ નજીકમાં આવેલા પેટ્રોલ પંપ ઉપરથી ૫૦ રૂપીયાનું પેટ્રોલ ખરીદ્યું હતું અને ફરી જ્યાં જગદીશની લાશ પડી હતી. ત્યા આવ્યા હતા અને પુરાવાનો નાશ કરવા માટે મૃતક જગદીશના શરીર પર પેટ્રોલ ઝાંટી દિવાસળીથી આગ ચાંપી દીધી હતી. અને મુખ્ય સુત્રધાર દ્વારા લોહીથી લથબથ કપડા ઘરે બદલવા ગયો હતો અને નવા કપડા પહેરી લોહીવાળા કપડાં ઈન્દૌર હાઈવે રોડ પર આવેલા એક શો - રૂમ નજીક નાંખી દીધા હતા.આ ત્યાર બાદ આ મૃતક જગદીશની ટુ વ્હીલર વાહન હાઈવે રોડ ઉપર દરગાહ પાસે મુકી દઈ તેની ચાવી નાંખી દીધા બાદ ત્યાંથી મોટરસાઈકલ ઉપર બેસી રળીયાતી થઈ ઘરે આવી ગયા હતા

ઉપરોક્ત હત્યાની હકીકત ત્રણેય કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરોએ પોલીસ સમક્ષ કબૂલ કરતાં એકક્ષણે પોલીસના પણ હોંશ ઉડીં ગયા હતા મૃતક જગદીશના પરિવાર સાથે સાથે કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ બાળ કિશોરોના પરિવારોમાં પણ આક્રંદનો માહોલ સર્જાવા પામ્યો હતો.

#Connect Gujarat #Dahod News
Here are a few more articles:
Read the Next Article