ડાંગ : આહવાના સનસેટ પોઇન્ટ ઉપર નિર્માણ પામશે “વન વાવેતર”, મોટાપાયે વૃક્ષારોપણ કરવાનું આયોજન

ડાંગ : આહવાના સનસેટ પોઇન્ટ ઉપર નિર્માણ પામશે “વન વાવેતર”, મોટાપાયે વૃક્ષારોપણ કરવાનું આયોજન
New Update

કોરોના કાળમાં લાચાર માનવીઓએ અનુભવેલી ઓક્સિજનની અગત્યતા બાદ લોકોમાં વૃક્ષપ્રેમ જાગૃત કરવાના ભાગરૂપે ડાંગ જિલ્લાના આહવા ખાતે મોટાપાયે વૃક્ષ વાવેતરનું આયોજન કરવામાં આવ્યું છે.

આહવાના જનસેવા ગ્રૂપ અને સાયબર ગ્રૂપ દ્વારા આહવા ગ્રામ પંચાયતના સહયોગથી નગરના સનસેટ પોઇન્ટ ઉપર વૃક્ષ વાવેતર કરવામાં આવશે. જેમાં વડ, પીપળો, લીમડો, ખેર, સરગવો, ગુલમહોર, ગરમાળો, સિંદૂર જેવા વૃક્ષોનું મોટાપાયે વાવેતર કરીને અહીં એક ઓક્સિજન પાર્ક તૈયાર કરવાની દિશામાં વિચારાઈ રહ્યુ છે. સાથે સાથે અહીં પી.પી.પી. ધોરણે સનસેટ પોઇન્ટની ફરતે તાર ફેન્સિંગ, ગાર્ડનિંગ, અને શૌચાલય જેવી આવશ્યક સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવાનું આયોજન કરાયું છે, ત્યારે વૃક્ષારોપણની કામગીરીમાં વીજ વિભાગ ખાડા ખોદવા સાથે માટી અને ખાતર પુરવાની કામગીરીમાં પણ સહયોગી બનશે.

આ પ્રેરણાત્મક કામગીરીની બ્લુપ્રિન્ટ તૈયાર કરવા માટે આહવાના સરપંચ હરિરામ સાવંત સહિત જનસેવા ગ્રુપ, અને સાયબર ગ્રુપના સ્વયંસેવકો, વીજ કંપનીના નાયબ ઈજનેર વી.ડી.પટેલ, નગર અગ્રણી સર્વ રાજુ દુસાણે, લક્ષ્મણ કાનડે સહિતના સેવાભાવીઓ ઉપસ્થિત રહ્યા હતા.

#Dang #Dang News #Tree Plantation #Ahwa #Connect Gujarat News #Dang Gujarat #Sunset Point
Here are a few more articles:
Read the Next Article