ડાંગ:સાપુતારા સર્કિટ હાઉસમાં રમાતો હતો જુગાર, પોલીસે 5 પ્રવાસીઓની કરી ધરપકડ

New Update
ડાંગ:સાપુતારા સર્કિટ હાઉસમાં રમાતો હતો જુગાર, પોલીસે 5 પ્રવાસીઓની કરી ધરપકડ

ગીરીમથક સાપુતારાના સર્કિટ હાઉસમાં જુગાર રમતા પાંચ પ્રવાસી ઝડપાયા હતા જયારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે સાપુતારાના સર્કિટ હાઉસના રૂમ નંબર ૫ (મહાલખંડ)માં જુગાર રમતા ઝડપાયા હતા આ જુગારમાં પોલીસે ૨૧૪૦ રૂપિયાનો દારૂનો જથ્થો પણ ઝડપી પાડયો હતો જ્યારે પકડાયેલ તમામ ઈસમો વલસાડ ઉદવાડાના હોવાનું જાણવા મળ્યું છે. સર્કિટ હાઉસ માં પકડાયેલ જુગારિયાઓની ૪ લાખની કાર પણ પોલીસે કરી કબ્જે કરી છે. આ સાથે જ ડાંગ જિલ્લા એલસબી પોલીસે કુલ્લે ૪,૦૨,૧૪૦નો મુદ્દામાલ ઝડપયો છે. સાપુતારા ખાતે સર્કિટ હાઉસમાં દારૂનો જથ્થો પકડાવા તેમજ જુગાર રમતા પકડાવાની પ્રથમ ઘટના હોવાનું બહાર આવ્યું છે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોદધિ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Latest Stories