ડાંગ: વઘઈના ચીચીનાંગાવઠા ગામે કોરોના સંક્રમિત વ્યક્તિએ ચિંતામાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

New Update
ડાંગ: વઘઈના ચીચીનાંગાવઠા ગામે કોરોના સંક્રમિત વ્યક્તિએ ચિંતામાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ડાંગ જિલ્લામાં વઘઈ તાલુકાના ચીચીનાંગાવઠા ગામના 63 વર્ષીય ગનશુભાઈ ભાવુભાઈ નિમ્બારેને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા, સવારે ચિચિનાગાવઠા ગામે પોતાના ઘરથી થોડે જંગલ વિસ્તારના દુર ખેતરમાં સાગના ઝાડ સાથે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતાં અરેરાટી ફેલાઈ હતી.

મળતી માહિતી અનુસાર, ચિચિનાગાવંઠા ગામે  રહેતા 63 વર્ષીય ગનશુભાઈ ભાવુભાઈ નિમ્બારે કોરોના સંક્રમિત થયા હતા. તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને હોમ ક્વોરેન્ટાઇન થવા જણાવવામાં આવ્યું હતું. કોરોના સંક્રમિત થવાથી 63 વર્ષના ગનશુભાઈ ભાવુભાઈ નિમ્બારે માનસિક રીતે પડી ભાંગ્યા હતા. સવારના અરસામાં ઘરેથી નીકળી ગામમાં જંગલ વિસ્તારમાં ઝાડ સાથે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. ઘટનાની જાણ આસપાસના લોકોને થતા પાડોશીઓ પણ એકત્રીત થઇ ગયા હતા. અને પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી વઘઈ પોલીસ સ્ટેશનના પીએસઆઇ સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી  આગળની કાર્યવાહી હાથ ધરી છે

ઉલ્લેખનીય છે કે, કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે અને તેના કારણે લોકોમાં તેનો ડર પણ ખતરનાક રીતે વધી રહ્યો છે. દિવસેને દિવસે કોરોનાના ડરનો ભોગ બની રહેલા દર્દીઓની સંખ્યામા પણ વધારો થઇ રહ્યો છે. જેના કારણે ચિંતા ગભરામણ, ધબકારા વધી જવા, ગભરામણ થવી જેવા અનેક લક્ષણો દેખાઈ રહ્યાં છે. કોરોનાને પગલે લોકોની માનસિક સ્થિતિ બગડી છે જ્યારે લોકો માનસિક રીતે ભાંગી પડ્યા છે. માનસિક તણાવના કારણે લોકો શારીરિક અસ્વસ્થ થવા લાગ્યા છે.

Latest Stories