ડાંગ : આહવામાં કોરોનાના દર્દીઓને થશે રાહત, ઓક્સિજન પ્લાન્ટ માટે ધારાસભ્યએ 65 લાખ રૂપિયા ફાળવ્યા

New Update
ડાંગ : આહવામાં કોરોનાના દર્દીઓને થશે રાહત, ઓક્સિજન પ્લાન્ટ માટે ધારાસભ્યએ 65 લાખ રૂપિયા ફાળવ્યા

'કોરોના' સંક્રમિત દર્દીઓની સારવાર અને સુશ્રુશા માટે આદિવાસી વિસ્તાર એવા ડાંગ જિલ્લાના ધારાસભ્ય વિજયભાઈ પટેલે પોતાની ગ્રાન્ટમાંથી રૂપિયા ૬૫ લાખ ફાળવવાની જાહેરાત કરી છે.

કોરોનાની મહામારીમાં ડાંગ જિલ્લાના આદિવાસી પ્રજાજનોને યોગ્ય સારવાર ઉપલબ્ધ કરાવવાના હેતુસર ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલે તેમની ગ્રાંટમાંથી ઓક્સિજન પ્લાન્ટ માટે રૂપિયા ૩૦ લાખ, અને છ ટન ઓક્સિજનની સ્ટોરેજ ટેન્ક માટે  રૂપિયા ૩૫ લાખ મળી કુલ ૬૫ લાખ રૂપિયા ફાળવવાની જાહેરાત કરી છે. અને આ અંગેનો ભલામણ પત્ર ડાંગના જિલ્લા આયોજન અધિકારીને પાઠવી દીધો છે. જિલ્લા આયોજન અધિકારીનો વધારાનો હવાલો ધરાવતા નિવાસી અધિક કલેકટર ટી.કે.ડામોરે સિવિલ હોસ્પિટલ ઉપરાંત જિલ્લાના ત્રણેય સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે પણ 'કોવિડ-૧૯' ની સારવાર માટે જરૂરી સાધન સુવિધાઓ અર્થે જરૂર પડ્યે વધુ રાશિ ફાળવવા માટે પણ ધારાસભ્યની સહમતી દર્શાવી છે તેમ જણાવી, તે અંગેનુ સુચારુ આયોજન કરીને આ કામગીરી પણ હાથ ધરાશે એમ જણાવ્યું હતું.

Latest Stories