/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/13143450/Untitled-design-1.png)
ડાંગ જિલ્લામાં વિધાનસભા મતદાર વિભાગની ખાલી પડેલી જગ્યા માટે યોજાનાર ચૂંટણી સંદર્ભે કાર્યરત MCMC અને મીડિયા સેન્ટરની ચૂંટણી ખર્ચના નોડલ ઓફિસર-વ-જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયાએ જાતમુલાકાત લીધી હતી.
ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા ખાતે કાર્યરત જિલ્લા માહિતી કચેરી ખાતે કાર્યરત કરાયેલા MCMC સેન્ટર અને મીડિયા સેન્ટરની મુલાકાત લેતા વઢવાણિયાએ મીડિયા સર્ટીફીકેશન અને મોનીટરીંગની હાથ ધરાયેલી કામગીરીની વિગતો મેળવી હતી. ડાંગ જિલ્લામા સ્થાનિક કેબલ નેટવર્ક ન હોઈ, અહી પ્રસારિત થતી સેટેલાઈટ ચેનલોના ન્યુઝ મોનીટરીંગની વ્યવસ્થા સહીત પ્રિન્ટ મીડિયાની કામગીરીની જાણકારી મેળવી, ઉપયોગી સૂચનો કર્યા હતા.
ડાંગ જિલ્લા માહિતી કચેરી ખાતે ડિસ્પ્લે કરાયેલા ચૂંટણીલક્ષી વિગતોનું પ્રદર્શન નિહાળી વઢવાણિયાએ કેટલાક ઉપયોગી સૂચનો કરી આ પ્રદર્શનને વધુ લોકભોગ્ય બનાવવાની હિમાયત કરી હતી. ચૂંટણી ખર્ચના નોડલ ઓફિસર એચ. કે. વઢવાણિયાની મુલાકાત વેળા તેમની સાથે મદદનીશ ખર્ચ નિરીક્ષક-વ-લીડ બેંક મેનેજર રાજેન્દ્ર પટેલ પણ જોડાયા હતા. MCMC/મીડિયા સેન્ટરની ઉચ્ચાધિકારીઓની મુલાકાત ટાણે MCMC અને મીડિયા મેનેજમેન્ટના નોડલ ઓફિસર-વ-સહાયક માહિતી નિયામક એસ.કે.પરમારે સેન્ટરની વિગતોથી તેમને વાકેફ કરાવ્યા હતા.