ડાંગ : કોરોનાના કપરા કાળમાં સેવાભાવી સંસ્થા “સેવાધામ” આગળ આવી, તંત્રની સાથે જરૂરિયાતમંદોની કરશે દેખભાળ

ડાંગ : કોરોનાના કપરા કાળમાં સેવાભાવી સંસ્થા “સેવાધામ” આગળ આવી, તંત્રની સાથે જરૂરિયાતમંદોની કરશે દેખભાળ
New Update

કોરોના સંક્રમણ વચ્ચે ડાંગ જિલ્લા પ્રશાસનની સાથે ખભેખભા મિલાવીને જરૂરિયાતમંદ દર્દીઓને વધુ સુવિધા પૂરી પાડવા માટે સેવાધામ ખાતે સંઘના સ્વયંસેવકોની સેવાઓ ડાંગ જિલ્લાના કોરોના દર્દીઓ માટે આશીર્વાદરૂપ પુરવાર થશે.

publive-image

ડાંગ જિલ્લાના આહવા સ્થિત સનસેટ પોઇન્ટ ખાતે શ્રી વનવાસી કલ્યાણ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સેવાધામ ખાતે 30થી વધુ કોરોના દર્દીઓ માટે આઇસોલેશનની સુવિધા સાથે તેમના ભોજન વિગેરેની આનુશાંગિક સુવિધા પૂરી પાડીને સેવાધામના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોએ જિલ્લા વહીવટી તંત્રની ચિંતા હળવી કરી છે. સેવાધામ ખાતે ચાલતા વનવાસી છાત્રાલયને ત્વરિત આઇસોલેશન હોમમાં તબદીલ કરીને 30થી વધુ એસિમટોમેટિક પોઝિટિવ દર્દીઓ, કે જેમને ત્યાં હોમ આઇસોલેશન માટેની પૂરતી સુવિધા ઉપલબ્ધ નથી, તેવા દર્દીઓ માટે અલાયદા હોલ, ટોયલેટ બાથરૂમ, ચા નાસ્તા સહિત ભોજનની સુવિધા અને સંસ્થાના સ્વયંસેવકોની સેવાઓ ઉપલબ્ધ કરાવાઈ રહી છે. અહી આવતા દર્દીઓની આરોગ્ય વિષયક દેખભાળ માટે જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા આયોજન, વ્યવસ્થાઓ ગોઠવાશે, જ્યારે આનુશાંગિક સહયોગ સેવાધામ પૂરો પાડશે. સાથે સાથે ભારતની પ્રાચિનતમ આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ અનુસાર જરૂરી ચિકત્સા પણ અહીં ઉપલબ્ધ કરાવાશે. સેવાધામને સેવાની તક પુરી પાડવા બદલ ડાંગ કલેકટર એન.કે.ડામોર તથા જિલ્લા આરોગ્ય તંત્રનો હકારાત્મક સહયોગ સાંપડ્યો છે, તેમ જણાવતા સંસ્થાના સ્વયંસેવકોએ કોરોના કાળમાં સમાજના જરૂરિયાતમંદોની સેવાની મળેલી તક ને, પ્રભુ સેવા તરીકે સ્વીકારી છે તેમ જણાવ્યુ હતુ. કોરોનાના કપરા કાળમાં સેવાભાવી સંસ્થા સેવાધામ વહીવટી તંત્રની સાથે જરૂરિયાતમંદોની દેખભાળ કરશે, ત્યારે સાચે જ ડાંગ જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણ વચ્ચે સેવધામની સેવા પ્રવૃત્તિ જરૂરિયાતમંદો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

#Corona Virus #Connect Gujarat #Dang Gujarat #Dang #Seva Dham
Here are a few more articles:
Read the Next Article