ડાંગ : વિધાર્થીઓને ચૂંટણી પંચની તમામ માહીતીથી ઉજાગર કરવા માટે યુવા મતાધિકાર જાગૃતિ શિબિરનું આયોજન કરાયું

ડાંગ : વિધાર્થીઓને ચૂંટણી પંચની તમામ માહીતીથી ઉજાગર કરવા માટે યુવા મતાધિકાર જાગૃતિ શિબિરનું આયોજન કરાયું
New Update

ડાંગ જીલ્લા ચુંટણી અધિકારી અને કલેક્ટર ડાંગ તથા કૃષિ મહાવિદ્યાલય, વઘઈ (ડાંગ) દ્વારા મતાધિકાર સાક્ષરતા ક્લબ અંતર્ગત યુવા મતાધિકાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. નવસારી કૃષિ યુનીવર્સીટી સંચાલિત કૃષિ મહાવિધાલય વઘઇ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં વિધાર્થીઓ દ્વારા ચૂંટણી પ્રકિયાના ભાગરૂપે કરવામાં આવતી વિવિધ કામગીરી વિશે 'લોકશાહી લાવીશું'નું નાટક રજૂ કરીને ચૂંટણી અને સ્વાયત્ત ચૂંટણી પંચની અગત્યતા વિષે વિધાર્થીઓને માહીતગાર કરવામાં આવ્યા હતા. વિધાર્થીઓ કોલેજમાં આવીને મતાધિકારના સમયે વિધાનસભા, લોકસભા,અને ચૂંટણી પ્રક્રિયા વિષે જાણે તેના કરતા શાળાનાં અભ્યાસમાં જ ઘોરણ ૯થી જ ભારતના લોકતંત્ર માટે અતિ મહત્વની બંધારણીય સંસ્થા એવી ચૂંટણી પંચ વિષેની તમામ માહીતીથી વિદિત થાય તે માટે મતાધિકાર સાક્ષરતા જરૂરી છે.

publive-image

ભારતમાં લોકશાહીના મુળિયા મજબૂત થાય તે માટે પ્રાથિમક

શિક્ષણના અભ્યાસ ક્રમમાં ભારતની બંધારણીય સંસ્થાઓ વિષે વિધાર્થીઓ જાણકારી મેળવે તે

મુજબનો અભ્યાસક્રમ અતિ મહત્વનો છે. આ કાર્યક્રમના મુખ્ય

અતિથિ તરીકે વઘઈ તાલુકાના મામલતદાર. સી. એ. વસાવા દ્વારા વિધાર્થીઓને યુવા મતદાર તરીકે મત ઓળખ પત્ર ઈશ્યુ કરાવવા જરૂરી માહીતી આપી હતી. કૃષિ મહાવિદ્યાલયના આચાર્ય ડો. જે. જે. પસ્તાગીયા દ્વારા વિધાર્થીઓને દેશના એક જવાબદાર નાગરીક

તરીકે રાષ્ટ્ર નિર્માણમાં યુવાઓની ફરજ વિષે રસપ્રદ માહીતી આપી હતી. કૃષિ પોલીટેકનિકના આચાર્ય ડો. મહાવીર ચૌધરી અને એકેડેમિક ઈન્ચાર્જ ડો.

મનીષ પટેલ સમગ્ર કાર્યક્રમમાં

સહભાગી બન્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન મદદનીશ

પ્રાધ્યાપક અને રાષ્ટ્રીય સેવા યોજના ઓફીસર ડો. અરવિંદ અરહંત દ્વારા  કરવામાં આવ્યુ હતુ.

#Dang
Here are a few more articles:
Read the Next Article