/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/19160749/maxresdefault-107-162.jpg)
રાજયની આઠ વિધાનસભા બેઠકોની પેટાચુંટણીનો પ્રચાર જામી રહયો છે ત્યારે આઠેય બેઠક જીતવા માટે ભાજપના નવનિયુકત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઝંઝાવાતી પ્રવાસ કરી રહયાં છે. તેમણે ડાંગ વિધાનસભા મત વિસ્તારની મુલાકાત લઇ આગેવાનો તેમજ કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું.
ડાંગના કોંગ્રેસી ધારાસભ્ય મંગળ ગાવિતના રાજીનામા બાદ ખાલી પડેલી બેઠક પર 3 નવેમ્બરના રોજ પેટાચુંટણી યોજાશે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આઠેય વિધાનસભા બેઠકોનો પ્રવાસ કરી રહયાં છે. તેમણે ડાંગ ખાતે પહોંચી આગેવાનો અને કાર્યકરોને ચુંટણી જીતવા સંદર્ભમાં માર્ગદર્શન પુરૂ પાડયું હતું. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસના કારણે આ પેટા ચૂંટણી યોજવાની નોબત આવી છે. આ કાર્યકમમાં કેબિનેટ મંત્રી ગણપત વસાવા, ઈશ્વર પરમાર, આર. સી. પટેલ તેમજ રમણ પાટકાર પણ ઉપસ્થિત રહ્યા હતાં.