/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/25174851/Sakarpatal-1.jpg)
ડાંગ જિલ્લામાં રાષ્ટ્રિય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા, સાકરપાતળ અને આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયત ડાંગ અને ફેઈથ ફાઉન્ડેશન, વડોદરાના સંયુક્ત ઉપક્રમે ‛Yellow Line Campaign’ દ્વારા ‛તમાકુ મુક્ત શાળા’ બને તે માટે વર્કશોપનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ગુજરાત રાજ્યમાં ડાંગ જિલ્લો યલો લાઈન કેમ્પેઈન અંતર્ગત ૨૪મો જિલ્લો બન્યો છે. આ કેમ્પેઈનમાં તમાકુના વપરાશની આડઅસરો અને COTPA-2003 Actની જોગવાઈઓ અંગે વિઘાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તમાકુ મુક્ત શાળા, ધર, ગામ, જિલ્લો તથા રાજ્યને બનાવવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા. વિઘાર્થીઓની વક્તૃત્વ સ્પર્ધા યોજી ભાગ લેનાર તમામને ઈનામ આપવામાં આવ્યા હતા. અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. સંજય શાહે મુખ્ય મહેમાન પદેથી રાષ્ટ્રિય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંગે માહિતી આપી હતી.
ભારત દેશમાં ૧૨૦ મિલિયન લોકો તમાકુનું સેવન કરે છે. અને તેમાંથી ૧૦ મિલિયન લોકો દર વર્ષે મૃત્યુ પામે છે. ભારત સરકાર દ્વારા વર્ષ 2003માં તમાકુથી થતી બિમારીઓ અને તેને રોકવા માટેનો COTPA-2003 Actનો કાયદો બનાવવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ કોઇપણ શૈક્ષણિક સંસ્થાની આસપાસ ૧૦૦ વાર ત્રિજ્યામાં તમાકુ અથવા તમાકુની બનાવટોના વેચાણ પર પ્રતિબંધ છે. કાયદાના સખત અમલીકરણ માટે સંસ્થાની ૧૦૦ વારની ત્રિજ્યાએ યલો લાઈન દોરી તમાકુ મુક્ત સંસ્થાન બનાવવામાં આવ્યું હતું. સમગ્ર વર્કશોપ દરમ્યાન જિલ્લા એપીડેમીક મેડીકલ ઓફિસર ર્ડા. ડી. સી. ગામીત, જિલ્લા ક્ષય અધિકારી ર્ડા. પાઉલ એ. વસાવા, ટીબી કો-ઓર્ડિનેટર કમલ જી. ચૌધરી, ફેઈથ ફાઉન્ડેશન પ્રોજેક્ટ ડાયરેકટર વડોદરાના સુઝાન સેમસન, એનટીસીપી રસીલા ચૌધરી, શાળાના આચાર્ય જી. આર. ગાંગોડા, મુખ્ય શિક્ષક ફાલ્ગુની પટેલ સહિત શાળા પરિવાર તેમજ મોટી સંખ્યામાં વિઘાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.