New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/14105418/2020_8largeimg_2039734102.jpg)
દિલ્હીમાં આમ આદમી પાર્ટીના નેતા અને રાજૌરી ગાર્ડનથી પૂર્વ ધારાસભ્ય જરનૈલ સિંહનું નિધન થયુ છે.
શુક્રવારે સવારે તેમના નિધનની પુષ્ટિ કરવામાં આવી છે. ઉલ્લેખીય છે કે કોરોનાથી પીડિત થતા જરનેલ સિંહને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમનું મોત થયુ.
ઉલ્લેખનીય છે કે તત્કાલીન ગૃહમંત્રી પી ચિદમ્બરમ પર જુતુ ફેંકી જરનેલ સિંહ ચર્ચામાં આવ્યા હતા. આ બાદ જ તેમણે આમ આદમી પાર્ટીની ટિકીટ પર ચૂંટણી લડી હતી અને જીત્યા હતા. આ પહેલા જરનેલ સિંહ 1984ના રમખાણોનો વિરોધ કરી પોતાની અલગ ઓળખ ઉભી કરી હતી.
કેજરીવાલે જરનેલ સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો
Latest Stories