/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/07/28211832/1-13.jpg)
ખંભાળીયા - ભાણવડ રોડ પર ગુંદા ગામના પાટિયાથી સાજડયારી પાટિયાની વચ્ચેનો એક પુલ તૂટી પડ્યો હતો.આ પુલ તૂટતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો. હાલમાં ગુંદાગામમાં થઈને રોડ ડાયવર્ટ કરાયો હોવાની માહિતી મળી રહી છે...
પુલ તૂટ્યા ના બનાવને પગલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડાયવર્ઝન રોડ અંગેની કાર્યવાહી ચાલુ કરાઈ છે.ટ્રાફિકને કન્ટ્રોલ કરવા માટે ઘટના સ્થળે પોલીસ પણ આવી પહોંચી હતી.
ગુંદા ગામથી આગળ ગુંદલા ગામ પાસે સોરઠી નદી પરનો પુલ પણ ગત વર્ષના વરસાદમાં તૂટ્યો હતો. જે પુલનું નવીનીકરણ પણ હજુ સુધી થયું નથી એક વર્ષથી બાજુમાં ડાયવર્ઝન રોડથી કામ ચલાવાઈ છે. ત્યારે હાલમાં નજીકમાં જ વધુ એક પુલ તૂટતાં મોટી મુશ્કેલી સર્જાઈ છે.પુલ તૂટ્યા ના બનાવમાં જોકે હજુ કોઈ જાનહાની ના સમાચાર નથી પરંતુ પુલ તૂટ્યા બાદ તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા.