ધનતેરશના દિવસે ભગવાન દ્વારકાધીશને સોના ચાંદીના આભૂષણો અર્પણ કરાયા

New Update
ધનતેરશના દિવસે ભગવાન દ્વારકાધીશને સોના ચાંદીના આભૂષણો અર્પણ કરાયા

જામનગર નજીકના સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના જગત મંદિરમાં ધનતેરસ નિમિત્તે ભક્તે સોના ચાંદીના આભૂષણોનું દાન કર્યું હતું. આજ રોજ ધનતેરશના શુભ અવશરે ભગવાન દ્વારકાધીશને તેમના ભક્ત પરિવાર દ્વારા અંદાજે 485 ગ્રામ સુવર્ણ તેમજ 1200 ગ્રામ ચાંદીના આભુષણો અર્પણ કરવામાં આવ્યા હતા.

સોના ચાંદીના આભૂષણોમાં ટીપારો -1, છડી- 1, મુગટ (શીર પેચ)- 1, ચાંદલા, હડપચી, નકવેશ્ર્વર,- 1, તેમજ ચાંદીનુ છીબુ - 1 ભગવાન ને અર્પણ કરવામાં આવ્યું હતું, પ્રતિવર્ષ ભગવાન દ્વારકાધીશ ને તેમના ભક્તો દ્વારા કરોડો રૂપિયા ના આભૂષણો અને રોકડ રકમ અર્પણ કરવા માં આવે છે ત્યારે આજે ધનતેરસના દિવસે પણ આ પ્રવાહ અવિરત ચાલુ રહ્યો છે.