Connect Gujarat

01 ઓક્ટોબરનું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

01 ઓક્ટોબરનું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
X

મેષ (અ, લ, ઇ): આજે પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળે જવાનો પ્રોગ્રામ બની શકે છે. સાથે જ આરામ તથા મનોરંજનના કાર્યક્રમોમાં પણ સમય પસાર થશે. બાળકોને કોઈ સફળતા મળવાથી ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે

વૃષભ (બ.વ.ઉ) : તમે તમારી અંદર ભરપૂર ઊર્જા અને આત્મબળનો સંચાર અનુભવ કરશો. અન્ય લોકોના નિર્ણયની જગ્યાએ પોતાના નિર્ણયને વધારે પ્રાથમિકતા આપો, તમને ચોક્કસ સફળતા મળશે. વારસાગત સંપત્તિને લગતો કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો આજે તેનો ઉકેલ મેળવવા માટે યોગ્ય સમય છે.

મિથુન (ક.છ.ઘ) : આજે દિવસનો મોટાભાગનો સમય રચનાત્મક કાર્યોમાં પસાર થશે. ઘરમાં રિનોવેશન તથા સજાવટને લગતા કાર્યોની રૂપરેખા બનશે. સાથે જ બાળકો તરફથી તેમના કરિયરને લગતા શુભ સમાચાર મળવાથી પ્રસન્ન રહી શકો છો.

કર્ક (ડ,હ) : આજે ઓનલાઈન શોપિંગ અને મસ્તીમાં સમય પસાર થશે. રચનાત્મક કાર્યોમાં પણ તમારો રસ રહેશે. યુવાઓને કરિયરને લગતા કોઈ શુભ સમાચાર મળવાથી તણાવમુક્ત અનુભવ કરશે.

સિંહ (મ,ટ) : પ્રોપર્ટીની લેવડ-દેવડને લગતી થોડી યોજનાઓ બનશે. ઘરમાં નજીકના સંબંધીઓ આવી શકે છે. એકબીજાને મળવાથી ઘરમાં સુખમય વાતાવરણ રહેશે. તમારી કોઈ ખાસ પ્રતિભા લોકો સામે આવશે. જેથી સમાજમાં તમારું માન-સન્માન પણ વધશે.

કન્યા (પ,ઠ,ણ): આજે અચાનક કોઈ શુભ સમાચાર મળવાથી વધારે સુખનો અનુભવ થશે. સાથે જ ઘરમાં પણ માંગલિક કાર્યને લગતી યોજનાઓ બનશે. લાભદાયક યાત્રાનો પણ યોગ બની રહ્યો છે, જેથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારને લગતા અવસર પણ પ્રાપ્ત થશે.

તુલા(ર,ત) : આવા સમયે ગ્રહ ગોચર અને ભાગ્ય બંને જ તમારા પક્ષમાં છે. તેનો ઉપયોગ કરવો તમારી કાર્યક્ષમતા ઉપર નિર્ભર કરે છે. વારસાગત સંપત્તિને લગતો લાભ પણ થઈ શકે છે. લાભદાયક યાત્રા સંપન્ન થશે તથા આવકના માર્ગ પણ મળી શકે છે.

વૃશ્ચિક(ન,ય) : પ્રોપર્ટીની ખરીદદારી કે વેચાણને લગતા કાર્યો કરવા માટે સમય ઉત્તમ છે. ધાર્મિક તથા સામાજિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. આ સમયે રોકાણની યોજના બનાવી રહ્યા છો તો તે તમારા ભાગ્ય માટે ખૂબ જ સારું રહેશે

ધન(ભ,ધ,ઢ,ફ) : આજે કોઈ પ્રભાવશાળી કે રાજનૈતિક વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે જે તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે. ઉન્નતિના અવસર પણ પ્રાપ્ત થશે. આજે કામ જાતે જ પૂર્ણ થઈ શકે છે. એટલે ખોટી ગતિવિધિઓમાં સમય પસાર ન કરો.

મકર(ખ,જ): આજે થોડા અટવાયેલાં જૂના કાર્યો સંપન્ન થઈ શકે છે એટલે પોઝિટિવ રહીને પોતાના કાર્યો પ્રત્યે એકાગ્ર રહો. ઘણાં સમયથી કોઈ અટવાયેલું પેમેન્ટ મળવાથી પણ આર્થિક સ્થિતિ મજબૂત થઈ શકે છે. જેથી ઘણી હદે તમે પોતાને તણાવમુક્ત અનુભવ કરશો.

કુંભ(ગ.સ.શ.ષ) : જો કોઈ ગાડી કે પ્રોપર્ટી ખરીદવાની યોજના બની રહી છે તો આજે તેના અંગે ગંભીરતાથી વિચાર કરો કેમ કે ગ્રહ સ્થિતિઓ ખૂબ જ અનુકૂળ છે. સાથે જ કોઈ અનુભવી વ્યક્તિની સલાહ તમારા માટે યોગ્ય ર્હેશે.

મીન (દ,ચ,ઝ,થ) :આજે તમારા દ્વારા લેવામાં આવેલ નિર્ણય યોગ્ય સાબિત થશે. અન્ય લોકોની વાતોમાં ધ્યાન આપવાની જગ્યાએ પોતાની કાર્યક્ષમતા ઉપર વિશ્વાસ રાખો. જો કોઈ સંબંધી સાથે વિવાદ ચાલી રહ્યો છે તો આજે તેને ઉકેલવાનો યોગ્ય સમય છે.

Next Story
Share it